58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું, હીરા-મોતી અને પ્રોપર્ટી પેપર્સ મળ્યાં
250 થી વધુ અધિકારીઓ કરી રહ્યાં છે તપાસ
પૈસા ગણવા બેંકના અધિકારીઓની લેવાઇ મદદ
મુંબઈઃ અહીના જાલનામાં આવકવેરા વિભાગે સપાટો બોલાવી દીધો છે. સ્ટીલ, ટેક્સટાઇલ ટ્રેડર, રિયલ એસ્ટેટ ડેવલપરના પરિસરમાંથી લગભગ 100 કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ જપ્ત કરાઇ છે. જેમાં 58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું, ડાયમંડ અને પ્રોપર્ટી પેપર્સનો સમાવેશ થાય છે. આટલી મોટી રોકડની ગણતરી કરવામાં 13 કલાકથી વધુ સમય લાગ્યો. આવકવેરા વિભાગે આ કાર્યવાહી 1 થી 8 ઓગસ્ટ વચ્ચે કરી છે, હજુ પણ વધુ જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
આ કાર્યવાહીમાં 250 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા હતા. આવકવેરા વિભાગે તેની ટીમને પાંચ જુદા જુદા ભાગોમાં વહેંચી દીધી હતી, આ દરોડા માટે 100 થી વધુ વાહનોનો ઉપયોગ કર્યો હતો. કાપડ અને સ્ટીલના વેપારીના ઘરેથી મળી આવેલી રોકડ રકમ જાલનામાં સ્થાનિક સ્ટેટ બેંકની શાખામાં લઈ જવામાં આવી હતી, તેની ગણતરી કરવામાં આવી હતી. બુધવારે સવારે 11 વાગ્યાથી રોકડ ગણતરીનું કામ શરૂ થયું હતું અને વહેલી સવારે પૂરું થયું હતું. હાલમાં આઇટી દ્વારા આ કેસની તપાસ થઇ રહી છે અને મોટો માથાઓના નામ સામે આવશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29