Thu,25 April 2024,3:36 pm
Print
header

સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળ્યાં પછી સુરક્ષા વધારાઇ- Gujarat Post

(file photo)

  • પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ બોલિવૂડ સેલિબ્રિટીમાં ફેલાયો ફફડાટ
  • સલમાન ખાનને ધમકી મળ્યાં બાદ સુરક્ષા વધારવામાં આવી
  • તારી હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી થશે તેમ લખ્યું હતું પત્રમાં

મુંબઈઃ અભિનેતા સલમાન ખાનને રવિવારે ધમકી મળ્યાં બાદ મહારાષ્ટ્રના ગૃહ વિભાગે તેની સુરક્ષા વધારી દીધી છે.પોલીસની એક ટીમ સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઇને આયોજન કરી રહી છે.

રવિવારે સલમાન ખાનને ધમકી મળી હતી કે તેને પણ પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની જેમ મારી નાખવામાં આવશે. આ પત્ર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનના નામથી અજાણ્યા વ્યક્તિએ મોકલ્યો હતો. પત્ર રવિવારે બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડ ખાતે મળ્યો હતો.આ પત્ર સલીમ ખાનના ગાર્ડને તે જગ્યાએથી મળી આવ્યો હતો,જ્યાં સલીમ મોર્નિંગ વોક પછી બેઠા હતા.

ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું હતું કે સલીમ ખાન, સલમાન ખાન, હવે તારી હાલત સિદ્ધુ મૂસેવાલા જેવી થશે.જે બાદ મુંબઈની બાંદ્રા પોલીસે એફઆઈઆર નોંધી છે.પોલીસે આઈપીસીની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch