Wed,18 February 2026,11:53 am
Print
header

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મોત

  • Published By PANNA PATEL
  • 2026-01-28 09:58:54
  • /

બારામતી: મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજિત પવારને લઈ જતું વિમાન ક્રેશ થયું છે. પીટીઆઈ અનુસાર, અજિત પવારનું દુર્ઘટનામાં મોત થયું છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ અજિત પવાર સહિત 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાના વીડિયો ફૂટેજમાં બધું બળી ગયું હોય તેવું દેખાય છે.

આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે અને અજિત પવારના સમર્થકો આ ઘટનાથી દુઃખી છે.

અજિત પવાર ગઈકાલે મુંબઈમાં કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી. પ્રારંભિક માહિતી મુજબ, અજિત પવાર સાથે ત્રણ લોકો હતા. તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યાં હતા. વિમાન એક ખાનગી કંપનીનું હતું. જ્યારે ચાર્ટર્ડ પ્લેન બારામતી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું, ત્યારે તેને અકસ્માત થયો હતો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, બે સાથીઓ અને બે ક્રૂ સભ્યો (PIC+FO) વિમાનમાં હતા. આ દુર્ઘટનામાં કોઈ પણ મુસાફરો બચી શક્યા નથી.

અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે બારામતી જઈ રહ્યાં હતા. તૌપટ્ટી પહોંચતા પહેલા જ વિમાન ક્રેશ થઈ ગયું હતું. પુણેમાં 5 ફેબ્રુઆરીએ જિલ્લા પરિષદની ચૂંટણીઓ યોજાવાની છે અને અજિત પવારે આ ચૂંટણીઓના સંદર્ભમાં બારામતીમાં સભાઓનું આયોજન કર્યું હતું. આ ઘટના તે સભાઓ પહેલા બની હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch