Mon,09 December 2024,1:22 pm
Print
header

મહારાષ્ટ્રમાં મહાયુતિ જોરદાર જીત તરફ, શિવસેનાના સંજય રાઉતે કહ્યું- કઈંક તો ગડબડ છે- Gujarat Post

મુંબઈઃ મહારાષ્ટ્ર ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન આગળ છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી ભાજપ 127, શિવસેના 55, NCP 35, કોંગ્રેસ 20, શિવસેના UBT 16 અને NCPSP 13 બેઠકો પર આગળ છે. અન્ય 21 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્રમાં મહાયુતિએ 145નો બહુમતીનો આંકડો પાર કર્યા બાદ મુંબઈ ભાજપ કાર્યાલયમાં મીઠાઈઓ લાવવામાં આવી છે.

શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે વલણો પર પ્રશ્નો ઉઠાવ્યાં

ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં મહાયુતિની લીડ પર, શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે કહ્યું, 'આ મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય હોઈ શકે નહીં. અમને ખબર છે કે મહારાષ્ટ્રના લોકો શું ઈચ્છે છે.

કુલ 4136 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મત ગણતરીમાં પહેલા પોસ્ટ દ્વારા મળેલા મતોની ગણતરી કરવામાં આવી અને ત્યારબાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના મતોની ગણતરી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા, મહાયુતિ (ભાજપ-શિવસેના-એનસીપી) કે મહા વિકાસ અઘાડી (કોંગ્રેસ-શિવસેના યુબીટી-એનસીપી શરદ પવાર છાવણી)માં કોની તાજપોશી થવા જઈ રહી છે તેનો જવાબ બપોરે 3 વાગ્યા સુધીમાં મળે તેવી શક્યતા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch