Wed,19 February 2025,9:45 pm
Print
header

મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત, રાજકોટના શ્રદ્ધાળુએ ગુમાવ્યો જીવ

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)

રાજકોટઃ પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. થોડા દિવસ પહેલા મચેલી નાસભાગમાં એક ગુજરાતીનું મોત થયું હતું. હવે મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે. રાજકોટના 53 વર્ષીય આધેડને શ્વાસની બિમારીને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા છે.

રાજકોટના પ્રતિક ટેનામેન્ટ રહેતા કિરીટસિંહ રાઠોડ પોતાના પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. મહાકુંભમાં તેમણે સાધુ સંતોને જમાડવા માટે રસોઇ બનાવવા સહિતના સેવા કાર્યો કર્યાં હતા, બાદમાં 30 જાન્યુઆરીએ વહેલી સવારે તેમને ચક્કર આવતાં ઢળી પડ્યાં હતા. 

તેમને મહાકુંભમાં ઉભી કરાયેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં તેમને વધુ શ્વાસ ચડતા રાયબરેલી ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch