Thu,25 April 2024,1:05 am
Print
header

મનોરંજન ઈન્ડસ્ટ્રીઝને લતા દીદી બાદ લાગ્યો મોટો ઝટકો, મહાભારતના ભીમ ઉર્ફે પ્રવીણ કુમારનું નિધન - Gujarat Post

(ફાઇલ તસવીર)

બીમારીના કારણે ચાલી પણ શકતા ન હતા

મહાભારતથી ઘર ઘરમાં બન્યા હતા જાણીતા

મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તે ડિસ્કસ થ્રો એથ્લીટ હતા

નવી દિલ્હીઃ મનોરંજન ઈન્ડસ્ટ્રી (entertainment inusustry) માટે વધુ એક માઠા સમાચાર છે. લતા દીદીના (lata Mangeshkar death) નિધનના શોકમાંથી હજુ દેશ બહાર આવ્યો નથી ત્યાં જ વધુ એક દુખદ સમાચાર આવ્યા છે.બીઆર ચોપરાની ( b r chopra) મહાભારતમાં (mahabharat) ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું (Praveen kumar sobati) રાત્રે દિલ્હીના અશોક વિહાર (ફેઝ 2) ના ઘરમાં નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા.

પ્રવીણ કુમાર લાંબા સમયથી બીમાર હતા. અને પીઠની સમસ્યાઓ સામે લડતા હતા ઓપરેશન થયું  હોવા છતાં ચાલવામાં અસમર્થ હતા. તે પંજાબના તરન તારણના વતની હતા. બીઆર ચોપરાની 'મહાભારત'માં ભીમનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.

પ્રવીણ કુમાર તેમના ઊંચા કદ (6.6 ઇંચ) માટે જાણીતા હતા. તેમણે મોટાભાગની ફિલ્મોમાં ગુંડાઓ અને અંગરક્ષકોની ભૂમિકાઓ મળી હતી, તેમના ઊંચા કદના કારણે 'મહાભારત' ભીમના રોલની ઓફર કરવામાં આવી હતી.જેને કારણે તેઓ ઘર ઘરમાં જાણીતા બન્યા હતા.તેમણે 30 ફિલ્મોમાં રોલ કર્યો હતો. અભિનયની દુનિયામાં આવતા પહેલા તે હેમર અને ડિસ્કસ થ્રો એથ્લીટ હતા.તેમણે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. તેમના નિધનથી મહાભારત સિરીયલની ટીમના અનેક કલાકારોએ દુખ વ્યક્ત કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch