Sat,20 April 2024,4:20 pm
Print
header

મેક્રોન સતત બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, મોદીએ આપ્યાં અભિનંદન- Gujarat Post

(ફાઈલ તસવીર)

  • મેક્રોનને 58.8 ટકા વોટ અને તેમના હરીફ મરીન લે પેનને માત્ર 41.2 ટકા વોટ મળ્યાં
  • મેક્રોનને નાટો અને યુરોપિયન યુનિયનના સમર્થક માનવામાં આવે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનને ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે વધુ એક વખત ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યાં

French Presidential Election Results: પેરિસઃ ઈમેન્યુઅલ મેક્રોન સતત બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. પ્રમુખપદની ચૂંટણીના અંતિમ મતમાં મરીન લે પેનને હરાવ્યાં છે. મેક્રોનને 58.8 ટકા વોટ મળ્યાં હતા, જ્યારે તેમના હરીફ મરીન લે પેનને 41.2 ટકા વોટ જ મળ્યાં હતા.

લે પેન પર મેક્રોનની જીત અપેક્ષિત હતી. કારણ કે પ્રથમ તબક્કાના મતદાન પછી આ બે ટોચના ઉમેદવારો પાછળ પડ્યા બાદ અત્યંત ડાબેરી જીન-લોસ મેલેન્કોએ નીતિઓ સાથે સહમત ન હોવા છતાં મેક્રોનને પોતાનું સમર્થન જાહેર કર્યું. તેમણે તેમના સમર્થકોને અપીલ કરી કે તેઓ લે પેન માટે એક પણ મત ન આપે. મેક્રોનને નાટો અને યુરોપિયન યુનિયનના સમર્થક માનવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ હિંસા પણ થઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનને ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે વધુ એક વખત ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હું ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું.

ઇમેન્યુઅલ મેક્રોન રાષ્ટ્રપતિ તરીકે તેમની બીજી ટર્મ જીત્યા પછી એફિલ ટાવર ગ્રાઉન્ડ ખાતે સમર્થકોને સંબોધિત કરે છે. તેમણે પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો. કહ્યું પ્રિય મિત્રો, સૌ પ્રથમ તમારો આભાર. તમે બધા આગામી પાંચ વર્ષ માટે મારામાં વિશ્વાસ રાખ્યો છે. હું જાણું છું કે હું તમારો ઋણી છું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch