Wed,16 July 2025,8:49 pm
Print
header

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પહેલા બધા પદો પરથી રાજીનામું આપ્યું, પછી AAPએ તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં

  • Published By Mahesh patel
  • 2025-06-26 15:16:26
  • /

ગાંધીનગર: ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ પહેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમને પત્રમાં લખ્યું હતું કે હાલમાં મારી સામાજિક સેવાઓ ઘટી રહી છે, તેથી હું આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પાર્ટી માટે કાર્યકર તરીકે કામ કરતો રહીશ. બોટાદના લોકોને પૂછ્યાં પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું કે નહીં તે નક્કી કરીશ.

પાર્ટીના તમામ પદો પરથી મુક્ત કરવાની માંગ કરી હતી

ઉમેશ મકવાણાએ પત્ર લખીને જણાવ્યું હતું કે હું છેલ્લા અઢી વર્ષથી આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે કામ કરી રહ્યો છું. મારી સામાજિક સેવાઓ ઘટી રહી છે. તેથી, હું પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને મને પદ પરથી મુક્ત કરો.

ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ 

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીથી નારાજ છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યાં અનુસાર, ઉમેશ તેમના સાથી AAP ધારાસભ્યોના ફોન કોલ્સનો જવાબ આપી રહ્યાં નથી, જેના કારણે તેમના ઇરાદાઓ વિશે વધુ અટકળો ચાલી રહી છે. આ પહેલી વાર નથી જ્યારે તેમના રાજીનામાની ચર્ચાઓ સામે આવી હોય. અગાઉ પણ અટકળો ચાલી રહી હતી, તાજેતરમાં પાર્ટીના તમામ કાર્યક્રમોમાં તેમની ગેરહાજરીથી ફરી એકવાર મતભેદોની શક્યતા વધી ગઈ હતી.

ઉમેશ મકવાણા ભાવનગરથી લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યાં છે

ઉમેશ મકવાણા 2022ની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ચૂંટાયા હતા, તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતા. આ પછી પાર્ટીએ તેમને ભાવનગર સંસદીય બેઠક પરથી લોકસભા ઉમેદવાર બનાવ્યાં હતા, જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા અને ત્યારથી પાર્ટી નેતૃત્વ સાથે તેમના સંબંધો તણાવપૂર્ણ રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch