Sun,16 November 2025,6:01 am
Print
header

એક સમયે પાટીદાર સમાજ હાર્દિક પટેલ માટે જીવ આપવા તૈયાર હતો, આજે ભાજપના કમલમમાં બેસવા ખુરશી પણ ન મળી !

  • Published By Mahesh patel
  • 2025-10-04 22:10:31
  • /

ગાંધીનગરઃ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ વિધિવત રીતે ચાર્જ લઇ લીધો છે અને આ કાર્યક્રમ હતો કોબા કમલમમાં, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા, પરંતુ અહીં એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે જેને જોઇને ભાજપના તથા ખાસ કરીને વિરમગામના લોકોને આંચકો લાગ્યો અને તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ..

પાટીદાર નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને આ કાર્યક્રમમાં બેસવા ખુરશી પણ ન મળી, તેઓ ખુણામાં ઉભા જોવા મળ્યાં, જ્યારે સ્ટેજ પર નવા પ્રદેશ પ્રમુખને લઇને નેતાઓનો જમાવડો હતો, તે સમયે ધારાસભ્ય હાર્દિક પટેલ નીચે સાઇડમાં ઉભા જોવા મળ્યાં, જો કે એવું પણ હોય શકે તે તેઓ મોડા આવ્યાં હોય અને તેમને જગ્યા ન મળી હોય, પરંતુ અમે વાત કરીએ છીએ પાટીદાર આંદોલન સમયની કે જ્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલને જોવા અને સાંભળવા લાખો પાટીદારોનો જમાવડો થયો હતો, આવી તો અનેક સભાઓ અને રેલીઓ હતી કે જેમાં હાર્દિક પટેલ માટે જીવ આપવા માટે પણ સમાજના લોકો તૈયાર બેઠા હતા, આંદોલન સમયે 14 પાટીદાર યુવકો કંઇ પણ વિચાર્યા વગર તેમાં કૂદી પડ્યાં હતા અને તેમના મોત થઇ ગયા હતા. એક સમયે હાર્દિક પટેલને મળવા માટે લાઇનો લાગતી, તેને સાંભળવા હજારો લોકો આવતા હતા, આવો હતો હાર્દિક પટેલનો વટ....પરંતુ અહીં સ્થિતી એક દમ વિરુદ્ધ બની ગઇ છે.

એક સમયે ભાજપના નેતાઓ હાર્દિકથી ડરતા હતા અને આંદોલન તોડવા અનેક કાવાદાવા થયા હતા, અંતે ભાજપ તેની રણનીતિમાં સફળ રહ્યું અને હાર્દિક પટેલને વિરમગામથી ધારાસભ્ય બનાવી દીધા. જો કે ભાજપ હવે તેનો અસલી ચહેરો બતાવી રહ્યું હોય તેમ લાગે છે, જે વ્યક્તિ ભાજપની સામે થયો હોય અને પછી ભાજપમાં જોડાઇ ગયો હોય તેની દુર્દશા જ થાય છે, આવા તો અનેક ઉદાહરણો છે, અને આજે વધુ એક ઉદાહરણ જોવા મળ્યું, જે હાર્દિક પટેલનો વટ હતો તે હાર્દિક પટેલ આજે સાઇડમાં ઉભો રહેલો જોવા મળ્યો. 

આજના આ દ્રશ્ય પરથી કહેવું પડે કે આ ભાજપ છે....આ ભાજપ ભલભલાને તેની જગ્યા સમય આવે બચાવી જ દે છે, પાટીદાર સમાજ પણ આજે હાર્દિક પટેલને સમાજનો ગદ્દાર ગણાવી રહ્યો છે અને ભાજપમાં પણ તેમની દુર્દશા સ્પષ્ટ દેખાઇ રહી છે, થોડા સમય પહેલા પણ વિકાસના કામોને લઇને હાર્દિક પટેલે પોતાની જ સરકારને પત્ર લખવો પડ્યો હતો. હવે કદાચ ભાજપનો ખરો ખેલ શરૂ થઇ ગયો છે. પહેલા વિરોધ કરનારા અને પછી કેસરિયો કરનારા આવા તો અનેક નેતાઓ પસ્તાઇ રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch