બનાસકાંઠાઃ વરસાદની આ સિઝનમાં બનાસકાંઠા જિલ્લાના એકપણ ડેમમાં નવુ પાણી નથી આવ્યું. એક પણ ડેમમાંથી અત્યારે સિંચાઈ કરી શકાય તેટલું પાણી આપી શકાય તેમ નથી, નહીંવત વરસાદ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઇ છે. જિલ્લામાં ઓછા વરસાદથી જળ સંકટ ઘેરાયું છે ખાલીખમ ડેમથી ખેડૂતો સહિત સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. હવે બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરીને મદદ કરવાની માંગ કરાઇ છે.
દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર બનાસકાંઠા જિલ્લાના ત્રણ મોટા જળાશયો છે, ચિંતાજનક વાત એ છે કે આ ત્રણેય જળાશયોમાં વરસાદના નવા નીર આવ્યાં જ નથી. બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ એ બનાસકાંઠાની જીવાદોરી સમાન છે, જે હાલ ખાલીખમ જેવો છે. દાંતીવાડા ડેમમાં અત્યારે માત્ર 8 ટકા પાણી છે, જો વરસાદ નહીં પડેતો સિંચાઈ માટે પાણી મળવાની કોઈ શક્યતા નથી.
વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઈ છે. કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે. જૂન મહિનાથી કેનાલોનું રિપેરિંગ થતુ હોવાથી પાક માટે સિંચાઈનું પાણી બંધ હોવાની ગેનીબેન ઠાકોરે વાત કરી છે. જેથી હવે ખેડૂતોની પણ અહીં દુર્દશા થઇ રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03