Wed,24 April 2024,12:26 am
Print
header

લુણાવાડામાં ACBની ટ્રેપ, સર્કલ ઓફિસરે લીધી હતી 10,000 રૂપિયાની લાંચ- gujarat post

મહિસાગરઃ જીગ્નેશ બિપીનચંદ્ર પંડ્યા, સર્કલ ઓફિસર (વર્ગ-3), મામલતદાર કચેરી લુણાવાડાને લાંચ લેતા એસીબીએ  ઝડપી લીધો છે. આરોપીએ મામલતદાર કચેરીમાં આવેલી સર્કલ ઓફિસરની રૂમમાં આ લાંચ લીધી અને એસીબીએ ત્યારે જ તેને ઝડપી પાડ્યો હતો.

ફરિયાદીના કુટુંબીભાઈએ વેચાણથી રાખેલી જમીન ફરિયાદીના કાકાના નામે કરવા માટે કાચી નોંધ પડી ગયેલી હતી. જે નોંધ પાકી કરવાના અવેજ પેટે આરોપીએ 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.આ લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં બે રાજ્યસેવક પંચોને સાથે રાખીને લાંચના છટકાનું આયોજન કરાયું હતુ.

જેમાં ઓફિસમાં જ જીગ્નેશ પંડ્યાંએ 10 હજાર રૂપિયાની લાંચ લીધી અને તે એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો, એસીબીએ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી: 
એમ.એમ.તેજોત, પોલીસ ઇન્સ્પેકટર 
મહીસાગર એસીબી પો.સ્ટેશન, લુણાવાડા અને ટીમ

સુપરવિઝન :
શ્રી પી.એચ.ભેંસાણીયા
મદદનીશ નિયામક, વડોદરા એસીબી એકમ,વડોદરા

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch