Mon,09 December 2024,12:16 pm
Print
header

લખનઉ- આગ્રા એક્સપ્રેવસ વે પર કાર ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાઈ, 5 ડોક્ટરનાં મોત- Gujarat Post

લખનઉ: ઉત્તર પ્રદેશમાં ગોઝારા અકસ્માતનો સિલસિલો ચાલુ જ છે. હવે લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં પાંચ ડોક્ટરોના મોત થઇ ગયા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત સવારે 3.30 વાગ્યે થયો હતો. અકસ્માતમાં સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના 5 ડોકટરોનાં મોત થઇ ગયા હતા. જ્યારે આ અકસ્માત થયો ત્યારે પાંચ ડોકટરો લખનઉમાં એક લગ્નથી પરત ફરી રહ્યાં હતા.

સવારે 3:43 વાગ્યે કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે લખનઉ-આગ્રા એક્સપ્રેસવેના કિલોમીટર નંબર 196 પર અકસ્માત થયો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્કોર્પિયો આગ્રા જઈ રહી હતી, કાર ડિવાઇડર કૂદીને સામેની તરફ જતી રહી હતી અને  આગ્રાથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં આગ્રાના કમલા નગરના રાધા વિહાર એક્સટેન્શનના રહેવાસી ડો.અનિરુદ્ધ વર્મા સહિત પાંચ ડોક્ટરોનાં મોત થયા હતા. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch