Thu,25 April 2024,5:14 pm
Print
header

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી મળશે કે નહીં ? જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું ?

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા કોરોનાના કેસની સંખ્યા એક હજારની અંદર આવી ગઈ છે. અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ હવે કાબૂમાં છે. ત્યારે લોકોમાં એવી આશા છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. મંદિર તરફથી રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવશે. ઉપરાંત સરકાર તરફથી જે રીતે મંજૂરી અપાશે એવી રીતે રથયાત્રા કાઢવા મંદિર તરફથી તૈયારી દર્શાવાઈ છે બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું કે રથયાત્રા માટે યોગ્ય સમયે નિર્ણય લઈશું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હજુ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી અમારી છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે, પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈને મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે રથયાત્રાને લઈને તેમના તરફથી તમામ તૈયારીઓ કરાઇ છે. રાજ્ય સરકારની મંજૂરી લેવાની છે. પોલીસ અને સરકાર જે રીતે પરવાનગી આપશે તે રીતે રથયાત્રા યોજાશે.રથયાત્રાને લઈ વર્ષોથી જે પરંપરા મુજબ ધાર્મિક વિધિઓ યોજાય છે એ કરવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઈન્સના પાલન સાથે તમામ વિધિ પૂર્ણ કરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch