Thu,25 April 2024,9:57 am
Print
header

રવિવાર સુધી છૂટ...પછી બે સપ્તાહ સંપૂર્ણ લોકડાઉન લાગુ, જાણો અસમ સરકારનો નિર્ણય ?

અસમઃ દેશના અનેક એવા રાજ્યો છે, જ્યાં ખતરનાક કોરોના વાઇરસે હડકંપ મચાવી દીધો છે, દિલ્હી, તમિલનાડુ, હરિયાણા, તેલંગાણા અને ગુજરાતમાં સ્થિતી ચિંતાજનક છે, આ સ્થિતીમાં હવે અસમ સરકારે કોરોના સામેની લડત મજબૂત કરવા સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે. રાજધાની ગૌહાટીમાં અને કમરૂપ જિલ્લામાં આગામી રવિવાર સુધી જનતાને ખરીદી કરવાની છૂટ આપવામાં આવી છે અને પછી રવિવારની મધ્યરાત્રીથી 2 સપ્તાહ સુધી અહીં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવેશે.

લોકડાઉન દરમિયાન મેડિકલ સ્ટોર, હોસ્પિટલ સહિતની ઇમરજન્સી સેવાઓ અને દૂધની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે, જ્યારે ઉદ્યોગ-ધંધા અને ઓફિસો બંધ કરી દેવામાં આવશે. અહીનાં આરોગ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ આ માહિતી આપી છે, સાથે જ પુરા રાજ્યમાં સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા વચ્ચે કર્ફ્યૂ રહેશે. નોંધનિય છે કે અસમમાં કોરોનાના 6600 પોઝિટિવ કેસ છે અને 6 લોકોનાં મોત થઇ ગયા છે, ત્યારે સરકાર હવે કોઇ જોખમ લેવા માંગતી નથી.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch