Fri,19 April 2024,12:33 pm
Print
header

મહેરબાની કરીને ભારતમાં થોડા સપ્તાહ માટે લગાવો લોકડાઉન, અમેરિકાના ખ્યાતનામ ડોક્ટરે આપી સલાહ

વોશિંગ્ટનઃ કોરોના મહામારીએ (Coronavirus) દેશમાં હાહાકાર મચાવ્યો છે. બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે 4 લાખથી વધારે કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે થોડા સપ્તાહ માટે દેશને બંધ કરવાની જરૂર છે. લોકડાઉન (Lockdown) લાગુ કરવાથી કોવિડ પર ઘણા અંશે નિયંત્રણ મેળવી શકાય છે તેમ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. એંથની એસ ફૌસીએ (Dr Anthony fauci) આ સલાહ આપી છે.

અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂંમાં ડો. એંથની ફૌસીએ કહ્યું, ભારતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, લોકો હોસ્પિટલોમાં ઓક્સીજન અને બેડ માટે પરેશાન થઈ રહ્યા છે, દવાઓના કાળા બજાર થઈ રહ્યાં છે, લોકો લાચાર નજરે પડી રહ્યાં છે તેને લઈ લોકોને કઈં સમજમાં આવતું નથી. બેકાબૂ થઈ રહેલા કોરોનાને કારણે હાલ ભારતે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં દેશમાં મહામારી પર નિયંત્રણ મેળવવા માટે થોડા સમય માટે લોકડાઉન લગાવવાની જરૂર છે.

તેમણે દેશમાં રસીકરણ વેગીલું બનાવવા પર ભાર મૂક્યો હતો. ડો. ફૌસીએ કહ્યું થોડા સપ્તાહ પહેલા જો રસીકરણ અભિયાન શરૂ કર્યું હોત તો ઘણા અંશે તેના પર અંકુશ મેળવી શકાયો હતો કારણ કે હાલ ભારતમાં અફડા તફડાની માહોલ છે. લોકો સડકો પર ઓક્સીજન સિલિન્ડર લઈને દોડી રહ્યાં છે. હોસ્પિટલમા દાખલ થવા લાંબી લાઈનો લાગી છે. ડો. ફૌસીએ એમ પણ જણાવ્યું કે, ભારતમાં મેડિકલ ઓક્સિજન માટે મહામારી છે આ માટે કોઇ કમિશન બનાવવાની જરૂર છે. જેથી ઓક્સીજન બધાને પુરું પાડવા કોઇ આયોજન થઇ શકે. નોંધનિય છે કે આ એ જ ડોક્ટર છે જેમના કારણે હવે અમેરિકામાં લોકો માસ્ક વગર ફરી રહ્યાં છે તેમની સલાહને કારણે અહીં મહામારી ઓછી થઇ ગઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch