Wed,24 April 2024,12:22 pm
Print
header

લોકડાઉન અયોગ્ય પદ્ધતિથી કરાયું, સોનિયા ગાંધીએ PM મોદીની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સામેની લડત મજબૂત કરવા વડાપ્રધાન મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી, તે મુજબ મોટાભાગના લોકો ઘરોમાં જ રહે છે, અનેક દેશોએ મોદીના આ પગલાના વખાણ કર્યા છે, લોકડાઉનને કારણે જ અમેરિકા, સ્પેન અને ઇટાલી જેવા દેશોની સરખામણીમાં ભારતમાં ઘણા ઓછા કેસ નોંધાયા છે, જો કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકારની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે.  તેમને કહ્યું કે કોરોના સામેની લડતમા લોકડાઉન જરૂરી હતું, પરંતુ લોકડાઉન લાગુ કરવાની પદ્ધતિ અયોગ્ય હતી, લોકોને લોકડાઉન પહેલા સમય પણ અપાયો ન હતો. દેશમાં લાખો મજૂરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વીડિયો કોન્ફરન્સિંગથી કોંગ્રેસ વર્કિંગ કમિટીને સંબોધતા સોનિયાએ મજૂરોના પલાયનનો મુદ્દો ઉઠાવ્યો છે, તેમને કહ્યું કે દેશમાં લાખો મજૂરો લોકડાઉનથી હેરાન થયા છે, તેમની જમવાની અને રહેવાની કોઇ વ્યવસ્થા યોગ્ય રીતે કરાઇ નથી, સોનિયા ગાંધીએ માંગ કરી છે કે ખેડૂતોને હાલની સ્થિતીમાં સરકારે તમામ પ્રકારની મદદ કરવી જોઇએ, સાથે જ મધ્યમ વર્ગ માટે પણ કોઇ મોટી જાહેરાત કરવી જોઇએ. તેમને કોરોના સામે લડી રહેલા આરોગ્યકર્મીઓને પુરતી સુવિધાઓ અને ઇક્વીપમેન્ટ આપવાની પણ માંગ કરી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch