Fri,28 March 2025,9:32 pm
Print
header

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું – મારા પર દરોડા પાડવાની તૈયારી કરી રહ્યું છે ઈડી, ભાજપ લાલઘૂમ- Gujarat Post

રાહુલ ગાંધીએ ઈડીને પણ ટેગ કર્યું

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે સંસદમાં તેમના 'ચક્રવ્યુહ' ભાષણ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની વિરુદ્ધ દરોડા પાડવાની તૈયારીઓ થઇ રહી છે. રાહુલે કહ્યું કે તેઓ ખુલ્લા હાથે ED અધિકારીઓની રાહ જોઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મધરાતે પોસ્ટ કરીને લખ્યું, "દેખીતી રીતે '2 ઈન 1'ને મારું ચક્રવ્યુહ ભાષણ ગમ્યું નહીં. EDના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે કે દરોડા પાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હું દિલથી EDની રાહ જોઈ રહ્યો છું. મારી તરફથી ચા અને બિસ્કિટ." તેમને મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતુ.

રાહુલના આ દાવાથી કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહ નારાજ છે. તેમણે કહ્યું કે હું માનું છું કે આ દેશની કમનસીબી છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. સંસદમાં ખોટું બોલ્યાં બાદ હવે તેઓ બહાર ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે. તે પોતાની જાત પર શરમ અનુભવે છે. તે પોતાની જાતિ બચાવવા માટે દુનિયાથી ભાગી રહ્યાં છે. અગાઉ ભાજપ નેતા અનુરાગ ઠાકુરે રાહુલને જાતિ પૂછતા વિવાદ થયો હતો.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્ર સરકાર પર ભારતને અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' આ ચક્રવ્યૂહને તોડી નાખશે.  

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch