પોલીસે રૂ.34 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
દારૂ કયા બુટલેગરે મંગાવ્યો હતો તેની તપાસ શરૂ
રાજકોટઃ રાજ્યમાં કડક દારૂબંધીની ગુલબાંગો વચ્ચે સમયાંતરે દારૂનો જથ્થો પકડાતો રહે છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી ક્રાઇમ બ્રાન્ચે રૂ. 24 લાખનો અંગ્રેજી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. જેમાં સવાર રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચાલક શ્રવણ પાંચારામ કડવાસરાની ધરપકડ કરી હતી. જો કે દારૂ કયાં બુટલેગરે મંગાવ્યો હતો તેનું નામ બહાર આવ્યું નથી.
ક્રાઇમ બ્રાન્ચે મળેલી ચોક્કસ બાતમીને આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર પ્રભુકૃપા ફાર્મ નજીક વોચ ગોઠવી ગુજરાત પાસિંગના ટેન્કરને અટકાવી તલાશી લેતા ચોર ખાનામાંથી અંગ્રેજી દારૂની 6300 બોટલ મળી આવી હતી. દારૂ ઉપરાંત ટેન્કર વગેરે મળીને કુલ રૂ. 34.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાલકની ધરપકડ કરાઇ છે.
શરૂઆતમાં ચાલકે દારૂ મોકલનાર તરીકે ખોટુ નામ આપ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું કે આ રીતે દારૂની હેરાફેરી કરતાં વાહનોના ચાલકોને ગમે ત્યારે પકડાઇ જશું તેની જાણ હોય છે. જેથી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ભળતી વ્યક્તિનું નામ સપ્લાયર તરીકે આપી દેતા હોય છે. આ કેસમાં ખરેખર સપ્લાયર કોણ છે તે અંગે આરોપીના મોબાઈલની કોલ ડીટેઇલ્સને આધારે તપાસ કરાશે. હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
રાજકોટમાં 24 કલાકમાં હાર્ટએટેકથી બે લોકોનાં મોત, પરિવારનો કાળો કલ્પાંત- Gujarat Post | 2023-11-23 11:46:00
SRP જવાને કરી લીધી આત્મહત્યા, રાજકોટમાં PGVCLના બંદોબસ્તમાં મુકાયેલા જવાને પોતાની સર્વિસ બંદૂકથી મારી ગોળી | 2023-11-16 10:35:16