Fri,26 April 2024,2:46 am
Print
header

ભેજાબાજ બુટલેગરઃ પોલીસે તેલના ડબ્બા કટરથી કાપતાં અંદરથી દારૂ - બિયરનો જથ્થો મળ્યો

અમદાવાદ: ગુજરાતમાં દારૂ (liquor) ઘુસાડવા માટે બુટલેગરો (Bootlegger) અવારનવાર નવી નવી તરકીબો અપનાવતા હોય છે. જેમાં પોલીસ પણ ઘણી વખતે તેમને પકડી શકતી નથી, અમદાવાદમાં બાતમીને આધારે પોલીસે તેલના ડબ્બા ભરેલો ટેમ્પો (tempo)રોકી તેમાંથી મોટાપાયે દારૂ અને બીયરનો જથ્થો પકડી પાડ્યો છે. કૃષ્ણનગર પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક વાદળી કલરના ટેમ્પોમાં તેલના ડબાની અંદર દારૂ છુપાવીને લઈ જવાઇ રહ્યો છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.દરમિયાન વાદળી કરલનો ટેમ્પો ત્યાંથી નીકળ્યો હતો.

પોલીસે ટેમ્પો રોકીને ટેમ્પો ચાલકની પૂછપરછ શરૂ કરી હતી. ચાલકે પોતાનું નામ બિપિન જાદવ જણાવ્યું હતું. તેણે ટેમ્પોમાં તેલના ડબ્બા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસને અગાઉથી બાતમી હતી જેથી પોલીસ દ્વારા તેલના ડબાને કટરથી કાપવામાં આવ્યો અને તેમાંથી દારૂની બોટલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસને તેલના ડબ્બાઓમાંથી 434 દારૂની બોટલ, 235 બિયરના ટીન મળી આવ્યાં છે. પોલીસે રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ જથ્થો ક્યાંથી લાવીને કોને પહોંચાડવાનો હતો તે મામલે તપાસ શરુ કરાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch