Thu,25 April 2024,4:23 pm
Print
header

ગાંધીનગરના ખોરજ ગામની સીમમાંથી 5 હજાર જેટલી દારૂની બોટલ મળી- gujarat post

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા સૌથી વધુ દારૂની હેરાફેરી અહીં થાય છે

રૂ.10 લાખની મોંઘી કાર પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી

ગાંધીનગરઃ ખોરજ ગામની સીમમાં આવેલી દુકાન અને ત્યાં પાર્ક કરેલી એક કારમાંથી વિદેશી દારૂની પાંચ હજાર જેટલી બોટલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કુલ 16.18 લાખ રૂપિયાની વિદેશી દારૂની બોટલનો જથ્થો પકડાયો છે, 10 લાખની મોંઘી કાર પણ પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે, દારૂ ક્યાંથી આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.

દારૂની હેરાફેરી તથા દારૂનો જથ્થો સંતાડી રાખતા શખ્સોને પકડી પાડવા માટે બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યાં છે. આવી સ્થિતિમાં અડાલજ પોલીસ પેટ્રોલિંગ માં હતી, દરમિયાન કન્ટેનર યાર્ડ, ખોરજ ગામની સીમમાં આવેલા ઓટો ઇલેક્ટ્રીક વર્ક્સના કમ્પાઉન્ડમાંની દુકાનમાં દારૂ સંતાડવામાં આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસ ટીમે ત્યાં તપાસ કરી હતી. ત્યારે દુકાન અને ત્યાં પાર્ક કરેલી લક્ઝુરીયસ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

5 હજારથી વધુ વિદેશી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી છે. કુલ 26.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દુકાન અને કારમાં વિદેશી દારૂ રાખનાર શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઇ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch