Wed,24 April 2024,8:21 pm
Print
header

તલાલા ગીરમાં સાવજે વાહનોની અવરજવર વચ્ચે રસ્તા પર કર્યું ભોજન

સંખ્યાબંધ વાહનો પસાર થવા છંતા સિંહે કોઇપણ ભય વિના મારણનું ભોજન કર્યું 

અમદાવાદઃ સામાન્ય રીતે એવુ બને કે સિંહ (lion)કોઇ રસ્તા પર મારણ કરે અને તેને હેરાન કરવામાં આવે તો સિંહ પરેશાન થઇને મારણને મુકીને ત્યાંથી જતો રહેતો હોય છે. પરંતુ તલાલા ગીરના માધપુર ગામે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતુ. સાંજના સમયે સિંહે એક ગાયનો (cow) શિકાર કરીને મારણ કર્યું હતુ, આ સમયે રસ્તા પર અનેક વાહનો પસાર થઇ રહ્યાં હતા પણ સિંહ તેના શિકારને આરોગવામાં મશગુલ હોય તેમ આસપાસમાં કોઇ ધ્યાન આપ્યું જ નહોતુ. આમ લગભગ 30 મીનિટ સુધી ત્યાં બેસીને શિકારને આરોગ્યા બાદ છેવટે સિંહ જંગલ તરફ ચાલ્યો ગયો હતો. સિંહ દ્વારા શિકાર અને ખોરાકના આ પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે અને તેમાં પણ જ્યાં લોકોની અને વાહનોની આવન જાવન હોય તે સમયે સિંહ આરામથી શિકાર કરે અને તેનું ભોજન (feed) કરે તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યાં છે.

આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે સિંહ ખુંખાર છે પણ શાંત પ્રકૃતિનું પ્રાણી છે. જો સિંહને છંછેડવામાં ન આવે તો અથવા તેના માટે ભયનું વાતાવરણ ઉભુ કરવામાં ન આવે ત્યાં સુધી તે માણસો પર હુમલો નથી કરતો. આ કિસ્સામાં સિંહને કોઇ વાહનચાલકોએ કે સ્થાનિક લોકોએ શિકાર સમયે પરેશાન નહોતો કર્યો. પરિણામે સિંહ લાંબો સમય બેસીને શિકારને આરોગતો રહ્યો અને બાદમાં જંગલ તરફ રવાના થઇ ગયો હતો.  આ પહેલા જૂનાગઢમાં સિંહ આવ્યો હતો અને તેણે હોટલ તેમજ શહેરના અનેક વિસ્તારમા ચક્કર લગાવ્યાં હતા

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch