Thu,25 April 2024,9:06 am
Print
header

સિંહોનું ટોળું....એક સાથે 14 સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

મધ્ય ગીરનો વીડિયો હોવાની શક્યતા,  સ્થાનિક વ્યક્તિએ વીડિયો બનાવ્યો હોય શકે છે

ગીર સોમનાથઃ હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદ સિંહ બહાર નીકળતા હોય છે. તેવામાં મધ્ય ગીરના જંગલનો એક વીડિયો વાયરલ થયો છે .આ વીડિયોમાં એક નહીં, બે નહીં પણ એક સાથે 14 સિંહ દેખાય છે, જેનાથી વીડિયો જોનારા લોકોમાં કૂતુહલ સર્જાયું છે, આ વીડિયો  સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સ્થાનિક વ્યક્તિએ આ વીડિયો શુટીંગ કર્યો હોવાની શક્યતા છે, તે વીડિયો કયા દિવસનો છે તે કહેવું મુશ્કેલ છે. 

વરસાદ પડતા હાલ સિંહ પરિવાર સાથે અલગ અલગ જગ્યાએ જોવા મળતા હોય છે ત્યારે અગાઉ એક  ટેકરા ઉપર સિંહનું ટોળુ જોવા મળ્યુ હતુ. અને સાસણમાં એક જગ્યાએ સિંહ રસ્તા પરથી પાણી પીતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.સામાન્ય રીતે એક સાથે 14 સિંહ દેખાવાની ઘટના ખૂબ ઓછી બનતી હોય છે ત્યારે આ વીડિયો સિંહ પ્રેમીઓ અને જંગલ પ્રેમીઓ માટે કૂતુહલ જગાવે છે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch