Thu,25 April 2024,10:05 am
Print
header

પેટાચૂંટણીની તૈયારીઓ....લીંમડી વિધાનસભાની બેઠક માટે ભાજપે રણનીતિ ઘડી

સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા બેઠક ખાલી પડી છે

સુરેન્દ્રનગરઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરનાર નેતાઓને કારણે વિધાનસભાની બેઠકો પર ટૂંંક સમયમાં પેટાચૂંટણી યોજાશે, રાજકીય પક્ષ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 61- લીંબડી વિધાનસભા સીટના ધારાસભ્ય પદેથી કોંગ્રેસના સોમા પટેલે રાજીનામું આપતા હાલ આ બેઠક પર પણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, જેના અનુંસધાને ભાજપ દ્વારા લીંબડી ખાતે સંગઠનના કાર્યકરો તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું  હતું. આગામી ચૂંટણી કઈ રીતે જીતી શકાય અને લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોને જાગૃત કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મંત્રી આર.સી.ફળદુ, સંસદ સભ્ય ડો.મહેન્દ્ર મુંજપરા, માજી મંત્રી કિરીસિંહ રાણા, શંકર દલવાડી, જગદીશ મકવાણા,નીતિનભાઈ ભારદ્વાજ, શંકર વેગડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, ભાજપને આશા છે કે લીંબડીની બેઠક મોટી લીડથી તેઓ જીતશે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch