Thu,25 April 2024,12:14 pm
Print
header

આ જાણીતા દેશમાં વીજ સંકટ, ઇંધણની અછતના કારણે અંધકારમાં ડૂબ્યો દેશ

કોલસાની તંગીને કારણે ચીનથી શરૂ થયેલુ સંકટ વિશ્વના અન્ય દેશો સુધી પહોંચી ચુક્યું છે. પશ્ચિમ એશિયન દેશ લેબનોનમાં પણ વીજ સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. વીજ કટોકટીને કારણે લાંબા સમય માટે વીજકાપની જાહેરાત કરાઈ છે. લેબનોનના બે સૌથી મોટા વીજ સ્ટેશનો કામ કરતા બંધ થઈ ગયા છે. રિપોર્ટ મુજબ લેબનોનના અલ ઝહરાની અને દીર અમ્માર વીજળી સ્ટેશનો પર ઊર્જા ઉત્પાદન ૨૦૦ મેગાવોટથી ઘટયું છે. ઈંધણની અછતને કારણે લેબનોનની અનેક ફેક્ટરીઓ બંધ કરી દેવાઈ છે. તેના કારણે ખાવા-પીવાના સામાનની પણ અછત સર્જાઈ છે. લોકો કાળાબજારમાં સામાન ખરીદવા મજબૂર બન્યા છે. 

પેટ્રોલ પંપો પર પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ લેબનોનમાં આગામી દિવસોમાં ઈંધણની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ભારતમાં પણ વિજળી સંકટનો ખતરો ઉભો થઈ રહ્યો છે. ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત દેશના ઘણા રાજ્યોમાં વીજ સંકટ દેખાઈ રહ્યું છે. દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે કોલસાની ખાણો બંધ કરવી પડી છે. જ્યાંથી કોલસાની ખાણો શરૂ થઈ છે, ત્યાં પરિવહનને અસર થઈ છે. આયાતી કોલસાના ભાવ આસમાને છે.

લેબનોનમાં 60 લાખ લોકો વસવાટ કરે છે પરંતુ, અત્યારે આ દેશ પાસે માત્ર પાંચ હજાર ઘરોને આપી શકાય તેટલી જ વીજળી છે. સરકાર હવે લેબનોન સેનાનાં તેલ ભંડારની મદદથી વીજળી પેદા કરવા માટે પ્રયાસો કરી રહી છે. આખો દેશ અત્યારે જનરેટરો પર આધારિત છે જે ડીઝલથી ચાલે છે. લેબનોનની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે એવામાં દેશમાં ઘણી જગ્યાએ હિંસા પણ જોવા મળી છે. દેશની 79 ટકા વસતી ગરીબી રેખા નીચે જીવન વિતાવી રહી છે. વધતી બેરોજગારી અને ચલણના અવમૂલ્યને પણ સમસ્યા ઊભી કરી છે. વર્તમાન સમય દરમિયાન રાજકીય અસ્થિરતાએ આ સમસ્યામાં વધારો કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch