Fri,19 April 2024,11:25 am
Print
header

અડાલજ લક્ષ્મી બાલાજી સ્ટેટની છેતરપિંડીમાં ભોગ બનેલા લોકો CID ક્રાઇમનો સંપર્ક કરો

લક્ષ્મી બાલાજી સ્ટેટના બિલ્ડર્સ સામે વર્ષ 2013માં છેતરપિંડીની ફરિયાદ થઇ ચુકી છે

અમદાવાદઃ અડાલજમાં (adalaj) આવેલા લક્ષ્મી બાલાજી સ્ટેટસમાં જાન્યુઆરી 2010માં અનેક લોકો પાસે મકાન અને દુકાન (flat and shop)બુકીંગ કરવાના નામે લાખો રુપિયાની છેતરપિંડી (chearting)કરવામાં આવી હતી જેમાં દસ્તાવેજો આપવામાં આવ્યા નહોતા. જે અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં આઇપીસીની કલમ 406, 420, 120 (બી) અને 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે સ્થાનિક સ્તરે યોગ્ય તપાસ કરવામાં ન આવતા ભોગ બનનાર લોકોએ વિરોધ કર્યો હતો. જેથી આ તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી.

સીઆઇડી ક્રાઇમ (CID Crime) દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મી બાલાજી સ્ટેટમાં ભોગ બનનાર લોકોએ તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે સીઆઇડી ક્રાઇમ આર્થિક ગુના નિવારણ શાખા ત્રીજો માળ પથિકાશ્રમ હોટલ પાસે સેક્ટર 11 ગાંધીનગર ખાતે ડીવાયએસપીએ સૈયદનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.લક્ષ્મી બાલાજી સ્ટેટસમાં 2 બેડરુમના ફલેટ અને દુકાનો ખુબ જ સસ્તામાં આપવાનું કહેતા અનેક લોકોએ બુકીંગ કરાવ્યું હતુ અને બિલ્ડરે લાખો રુપિયા વસુલ્યાં હતા.જો કે સ્કીમમાં એકને એક ફ્લેટ બેથી ત્રણ વ્યક્તિઓને વેચાણ કરાયા હતા. જો કે સ્કીમ શરુ થઇ નહોતી જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch