Tue,08 October 2024,7:44 am
Print
header

Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો)

Crime News: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જન્મદિવસની પાર્ટીમાં એક છોકરી સાથે શરમજનક કૃત્ય કરાયાની ઘટના સામે આવી છે. 22 વર્ષીય યુવતીને નશો કરાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પીટીઆઈને માહિતી આપતા થાણે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બુધવાર અને ગુરુવાર વચ્ચેની રાત્રે બની હતી. પાર્ટી પછી બે લોકો બેડરૂમમાં દારૂ પીવા લાગ્યા હતા. જ્યારે પીડિતા બહાર જવા માટે ઊભી થઈ હતી, ત્યારે તેણે અસ્વસ્થતાની ફરિયાદ કરી. આ કારણે એલિસ્કાએ તેને લીંબુ પાણી પીવડાવ્યું હતુ,

પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર, લીંબુના શરબતમાં કોઈ નશો ભેળવવામાં આવ્યો હતો અને તે પીધા બાદ પીડિતાને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન અવસ્થામાં પડી ગઈ હતી, ત્યારપછી એક આરોપી પીડિતાને બાથરૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch