ઝઘડો થાળે પાડવા ગયેલી પોલીસ સાથે યુવતીએ કર્યું અયોગ્ય વર્તન
નાઈટ પેટ્રોલિંગ દરમિયાન માથાકૂટ થતી રોકવા ગયેલી રાવપુરા પોલીસને કડવો અનુભવ થયો
યુવતીએ પહેરેલી ટી શર્ટ જાતે ફાડીને બુમાબુમ કરી
Vadodara Navratri 2024: વડોદરામાં નવરાત્રિ દરમિયાન એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. યુવતીએ કરેલા ડ્રામાને કારણે પોલીસ દોડી આવી હતી. યુવતીએ તેના કપડાં ફાડી નાંખ્યા હતા અને યુવક સાથે બબાલ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. આ સમયે કંટ્રોલરૂમમાંથી વર્ધી મળી હતી. જો કે દાંડિયા બજાર વિસ્તારમાં એક યુવતી અને એક પુરુષ જાહેરમાં ઝઘડો કરી રહ્યાં છે. જેથી નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલી PCR દાંડિયા બજાર સ્થિત જય ગુરુદેવ હોટલ નજીક પહોંચી હતી.
આથી PCR વાનના સ્ટાફ દ્વારા બન્નેને છોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઝઘડી રહેલ યુવતી અને યુવકે પોલીસ સ્ટાફ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતુ. જેમાં યુવતીએ પોલીસ જવાનની ખાખી વર્દી ફાડી નાંખીને તેમને ધક્કો મારીને પાડી દીધો હતો અને પોતાનું ટી-શર્ટ પણ ફાડી નાખ્યું હતુ, આ હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ આખરે પોલીસ દ્વારા બંન્નેની અટકાયત કરવામાં આવી હતી, પોલીસ સાથે ગેરવર્તણૂંક કરનારની ઓળખ મહોમ્મદ હુસૈન શેખ અને મિશબાહ શેખ તરીકે થઈ છે. જેમના વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોના મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
ગોધરામાં યુવાનની સગાઈના દિવસે જ નીકળી અર્થી, મકાનમાં આગ લાગતા વરરાજા સહિત 4 લોકોના મોત | 2025-11-21 09:49:19
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07