Thu,12 June 2025,6:42 pm
Print
header

Rajkot News: રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો શેર કરાયા, મેયર સહિત અન્ય મહિલાઓ પણ હતા ગ્રુપમાં- Gujarat Post

  • Published By
  • 2024-09-21 17:15:21
  • /

(Demo Pic)

Latest Rajkot News: ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને મોટા-મોટા નેતાઓ તમામ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. જેને લીધે પક્ષને ફાયદો પણ થાય છે, પરંતુ ઘણી વખત બધાએ શરમમાં મુકાવાની સ્થિતી પણ આવે છે. રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો શેર થતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના વોર્ડ નંબર 4ના બૂથ નં 56ના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના કાર્યકર્તા દ્વારા અશ્લિલ ફોટા શેર કરવામાં આવતાં હોબાળો મચી ગયો છે. આ ગ્રુપમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ હોવાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને મહિલાઓ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગઇ હતી. આ ઘટનાને લઇને રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કાર્યવાહીની બાંહેધરી આપી છે.

આ ગ્રુપમાં મનીષ પરસાણા નામના ભાજપના કાર્યકર્તાએ એક પછી એક 6 જેટલા અશ્લિલ ફોટા શેર કર્યા હતા. જેના લીધે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કારણ કે આ ગ્રુપમાં 200 થી વધુ કાર્યકર્તાઓ જોડાયેલા છે. જેમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ સામેલ છે. મનીષ પરસાણા દ્વારા ગ્રુપમાં અશ્લિલ ફોટા શેર કરવામાં આવતાં વોટ્સએપ ગ્રૂપમાં સન્નાટો છવાઇ ગયો હતો. આ  ગ્રુપમાં સામેલ મહિલાઓ ક્ષોભનીય સ્થિતિમાં મુકાઇ હતી અને મહિલા મેયર નયનાબેન પેઢડિયા સહિત અને મહિલા કાર્યકર્તાઓએ ગ્રુપ લેફ્ટ કરી દીધું હતું. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch