કલોલઃ ઔદ્યોગિક હબ ગણાતા કલોલના સઈજ GIDC વિસ્તારમાં 14 મેની રાત્રે કાળજું કંપાવનારી દુર્ઘટના બની હતી.અહીં આવેલી મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ઝેરી ગેસ ગળતર અને ગૂંગળામણને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એક શ્રમિકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષા તેમજ સેફ્ટીના સાધનોને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. કલોલ તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સઈજ GIDC માં આવેલી મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના યુનિટ સી 15થી 18માં તાડપત્રીના કાપડ પર કલર કામ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન નીકળતા રંગીન કેમિકલયુક્ત પાણીના શુદ્ધિકરણ માટે એક આરસીસી (RCC) અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી છે. આ ટાંકીની સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શ્રમિકોએ પહેલા મોટર પંપ વડે ટાંકીમાંથી પાણી બહાર કાઢ્યું હતું. ત્યાર બાદ તળિયે જમા થયેલો દોઢ ફૂટ જેટલો કચરો અને કાદવ સાફ કરવા માટે શ્રમિકો પ્લાસ્ટિકના કેરબા અને લોખંડની સીડીના સહારે એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા.
સૌ પ્રથમ અમિત પરીહાર અને અમરકુમાર શ્રીવાસ્તવ ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ અંદર રહેલા ઝેરી ગેસને કારણે ઉતરતાની સાથે જ બંને ગૂંગળામણ અનુભવી બેભાન થઈ કાદવમાં ફસાયા હતા. પોતાના સાથી મિત્રોને મુશ્કેલીમાં જોઈ તેમને બચાવવા માટે અનિલ લોધી પણ અંદર ઉતર્યો, પરંતુ તે પણ ઝેરી વાયુનો શિકાર બન્યો અને બેભાન થઈ ત્યાં જ ઢળી પડ્યો હતો. અંતે આ ત્રણેયને બચાવવાના અતિમ પ્રયાસમાં શિવનાથ દુબેએ ટાંકીમાં ઝંપલાવ્યું હતું. જો કે, ટાંકીમાં ઓક્સિજનની અછત હોવાથી તે પણ ત્યાં જ ફસાઈ ગયો હતો. આમ, એકબીજાને બચાવવાની મથામણમાં શ્રમિકો કાળનો કોળિયો બની ગયા હતા.
આ કરૂણાંતિકામાં જીવ ગુમાવનારા ત્રણેય યુવાનો પરપ્રાંતીય હતા, જેઓ પોતાના પરિવારનું પેટ ભરવા માટે ગુજરાત આવ્યાં હતા. આ ઘટનામાં ત્રીજા શ્રમિકને બચાવવા ગયેલા ચોથા શ્રમિકની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ભરૂચમાં ડબલ મર્ડર, સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ | 2026-06-11 16:54:54
સ્ત્રીનો વેશ, તાંત્રિક શક્તિઓનો દાવો, લાખોની છેતરપિંડી, ગુજરાતમાં આ રીતે ચમત્કારના નામે રેકેટ ચાલતું હતું | 2026-06-11 16:13:19
ACB ટ્રેપ, આણંદમાં બે મહિલા પોલીસ કર્મીઓએ 1 લાખ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી | 2026-06-10 16:56:02
બનાસકાંઠામાં સરપંચના પતિ રૂ.1,10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા | 2026-06-09 16:06:47