અમદાવાદઃ રાજ્યમાં ગરમીએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે.. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આજથી ત્રણ દિવસ ગરમીનો પારો ઉંચકાશે. આજે અમદાવાદ, ભૂજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે. હવામાન વિભાગના મતે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાનો અંદાજ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિમ ગુજરાતના દરિયાકાંઠામાં હોટ એન્ડ હ્યુમીડ એરના કરાણે ડિસ્ક્મફર્ટ સ્થિતિ બની રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત ફરી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. રવિવારે 44.4 ડિગ્રી ગરમીમાં રાજકોટ શેકાયું હતું. રવિવારે રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3.2 ડિગ્રી વધ્યું હતું. રાજકોટમાં એપ્રિલમાં પડેલી ગરમીએ 2017નો રેકોર્ડ તોડ્યો હતો. એપ્રિલ મહિનામાં રાજકોટમાં તાપમાન 44 ડિગ્રીને પાર થયું હોય એવું માત્ર 2017માં એકવાર બન્યું હતું. આ વર્ષે તો એપ્રિલ મહિનાના 3 દિવસ એવા રહ્યાં કે જ્યારે તાપમાન 44 ડિગ્રીને પાર થયું હતું. સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો.
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મે મહિનાના પ્રથમ સપ્તાહમા પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. તેના કારણે મે મહિના રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. આંધી અને પવનનો માહોલ રહી શકે છે.
ભાજપને મળ્યા નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, આ નેતાને મળી મોટી જવાબદારી | 2025-12-14 17:34:04
રૂ.1000 કરોડના સાયબર છેતરપિંડી પાછળ 4 ચીની નાગરિકો, સીબીઆઈએ 111 શેલ કંપનીઓ સામે ચાર્જશીટ દાખલ કરી | 2025-12-14 16:11:08
ઓસ્ટ્રેલિયાઃ તહેવારની ઉજવણીમાં સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર, 10 લોકોનાં મોત, અફરાતફરીનો માહોલ | 2025-12-14 15:33:58
ડિજિટલ ધરપકડનો કિસ્સો, અમદાવાદમાં બેંક કર્મચારીઓએ વૃદ્ધ મહિલાના 35 લાખ રૂપિયા બચાવી લીધા | 2025-12-14 11:46:54
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર, 2 લોકોનાં મોત, 8 ઘાયલ | 2025-12-14 10:30:25
ગુજરાતના સીએમ, નાયબ સીએમ અને પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં, આ મુ્દ્દે લેવાશે કોઇ મોટો નિર્ણય | 2025-12-14 09:56:26
Breaking News: અંબાજી નજીક પોલીસ પર આદિવાસીઓનો મોટો હુમલો, 40 પોલીસકર્મીઓ- ફોરેસ્ટના કર્મીઓ ઘાયલ | 2025-12-13 22:50:18
બેરોજગારી અને બીમારીથી કંટાળીને સુરતમાં રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું - Gujarat Post | 2025-12-13 13:56:39
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
ટિકિટની કિંમત રૂ.45,000 હતી, પરંતુ મેસ્સી જોવા ન મળ્યો, ગુસ્સે ભરાયેલા ચાહકોએ ખુરશીઓ તોડી અને બોટલો ફેંકી | 2025-12-13 15:07:01
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
રાજ્યમાં 74 લાખથી વધુ વોટની ચોરી થઇ હોવાનો કોંગ્રેસનો દાવો, BLOના મોતનો મુદ્દો પણ ઉઠાવ્યો | 2025-12-11 19:26:51
ગુજરાતમાં રૂપિયા 104 કરોડની સાયબર છેતરપિંડીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ, માસ્ટર માઇન્ડ ફરાર | 2025-12-11 09:27:14
અમદાવાદમાં 8 મેડિકલ સ્ટોર્સ પર તવાઈ, પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચતા પકડાયા | 2025-12-10 19:08:00