વોંશિગ્ટનઃ શનિવારે અમેરિકામાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી, અમેરિકાના ડેનવર એરપોર્ટ પર ટેકઓફ કરતા પહેલા પેસેન્જર વિમાનના લેન્ડિંગ ગિયરમાં સમસ્યા આવી હતી. જેના કારણે તેમાંથી આગ લાગતા ધુમાડો નીકળવા લાગ્યો હતો. સમસ્યા બાદ આ ફ્લાઇટ રદ કરવી પડી હતી
અકસ્માતની માહિતી મળતા જ એરપોર્ટ પર હાજર અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા. આ પછી, પહેલા મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા. આ સુરક્ષા કામગીરી દરમિયાન એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ છે.
ટેકઓફ પહેલા વિમાનમાં મુશ્કેલી
વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 179 મુસાફરો સવાર હતા. અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA-3023, જે બોઇંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટ દ્વારા સંચાલિત હતી, તે મિયામી જવાની હતી. મુસાફરો વિમાનમાં ચઢી ગયા હતા અને ટેકઓફની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા જોવા મળી હતી. આ ઘટના અંગે એરલાઇન્સનું નિવેદન પણ બહાર આવ્યું છે. કંપનીએ કહ્યું કે ટાયરમાં સમસ્યા હતી.
ભયાનક વીડિયો સામે આવ્યો
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનના ટાયર નજીકથી ધૂમાડો નીકળી રહ્યો છે. ગભરાયેલા મુસાફરો વિમાનમાંથી નીચે ઉતરી રહ્યાં છે. જેના કારણે સમગ્ર વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ અહેવાલ આપ્યો છે કે સ્થાનિક સમય મુજબ બપોરે 2.45 વાગ્યે ડેનવર એરપોર્ટથી ઉડાન ભરતી વખતે વિમાને લેન્ડિંગ ગિયરમાં સંભવિત ક્રેશની જાણ કરી હતી. મુસાફરોને રનવે પરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યાં હતા. તે આ ઘટનાની વધુ તપાસ કરશે.
મુસાફરોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં
ડેનવર એરપોર્ટના અધિકારીઓએ આ ઘટના અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન રનવે પર હતું અને ટેકઓફની તૈયારી કરી રહ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સાંજે 5.10 વાગ્યા સુધીમાં આગ પર કાબૂમેળવી લેવામાં આવ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત | 2026-02-17 11:27:09
અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી | 2026-02-15 09:13:13
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25