Tue,29 April 2025,12:57 am
Print
header

સુરતમાં લેડી ડોન ભાવિકા વાળાએ કારખાનેદારનું માથું ફોડી નાંખ્યું- Gujarat Post

કારખાના બહાર બેસીને અપશબ્દો નહીં બોલવાનું કહેતા ભાવિકા ઉશ્કેરાઈ ગઈ

ભાવિકા વાળા ભાઉલીના પણ પ્રખ્યાત છે

સુરતઃ શહેરમાં મહિલાઓને પણ ડોન બનવાના અભરખા ઉપડ્યાં હોય તેમ લાગે છે. સુરતમાં વધુ એક માથાભારે લેડી ડોનનું કારસ્તાન સામે આવ્યું છે. વરાછા વિસ્તારમાં માથા ભારે લેડી ડોન ભાવિકા વાળાએ કારખાનેદારનું માથું સળિયો મારીને ફોડી નાંખ્યું હતું. ભાવિકા વાળા પોતાની ગેંગ સાથે બેસીને અપશબ્દો બોલી રહી હતી. ત્યારે પાસેના એક કારખાનેદારે તેને કારખાના બહાર બેસીને અપશબ્દો ન બોલવાનું કહ્યું હતું. જેથી  ભાવિકા વાળાએ કારખાનેદારને માર માર્યો હતો. ગુસ્સે ભરાયેલી ભાવિકાએ તેનું માથું ફોડી નાખ્યું હતું. ભાવિકા વાળા સહિત ચાર ટપોરીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના દાખલ થયા છે. વરાછા પોલીસે ભાવિકા વાળાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ભાવિકા વાળાનું સોશિયલ મીડિયાનું આઈડી જોતા ખ્યાલ આવે કે કેવા સીનસપાટા કરી રહી છે.

આ પહેલા પણ ભાવિકા અને તેની ગેંગનો આતંક સામે આવ્યો હતો. તેણે પોતાના મિત્રો સાથે મળીને જાહેરમાં હથિયારો જાહેર રસ્તા પર ઉભા રહીને ધમાલ મચાવી હતી અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના કાચ તોડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.  કાપોદ્રા પોલીસે સીસીટીવીને આધારે ભાવલી અને તેના ચાર મિત્રો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch