Wed,24 April 2024,5:32 am
Print
header

લદ્દાખમાં સેનાએ શિયાળા માટે તૈયારીઓ શરુ કરી, LACમાં માઇનસ 50 ડીગ્રીમાં તૈનાત રહેશે જવાનો

દરરોજ 80 જેટલા ટ્રકોના માધ્યમથી રાશન પહોંચાડવાની કામગીરી શરુ, સૈનિકો માટે 80 હજાર ડ્રેસની જરુરિયાત

લદ્દાખ:  પૂર્વ લદ્દાખ અને અને ગલવાન ઘાટીમાં હાલ ચીન અને ભારત વચ્ચે તણાવ ઓછો થઇ રહ્યો છે.  પરંતુ,  ભારતીય સેના LAC પર વધુ ચોકસાઇથી તૈનાત રહેશે.  શિયાળામાં આ વિસ્તારમાં તાપમાન માઇનસ 50 ડીગ્રીથી નીચે જતુ હોય છે. ત્યારે સૈનિકો માટે ખાસ પ્રકારના ટેન્ટ, સુટ અને બુટ ખરીદવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ઓર્ડનેંસ ફેક્ટરી બોર્ડને આ ઓર્ડર  અપાયો છે. સુરક્ષા મંત્રાલયની અન્ય જરુરી સાધનો ખરીદવા માટે પણ અન્ય કંપનીઓ સાથે  વાતચીત ચાલી રહી છે.. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં  એલએસીના કેટલાંક વિસ્તારોમાં ભારત અને ચીન પેટ્રોલિંગ બંધ કરે છે. તેમજ ઘણી ચોકી હટાવી લેવામાં આવી છે. આ વાતાવરણનો ફાયદો  લઇને ચીન ઘુષણખોરી કરે તેવી પુરેપુરી શક્યતા છે. ભારતીય જવાનોને આ વિપરિત સ્થિતિમાં રહેવા માટે 80 હજાર વિશેષ ડ્રેસની જરુરીયાત છે. આ વિશેષ ડ્રેસ  થ્રી લેયરના હોય છે. સૈનિકો માટે 

અનાજ અને ઇંધણનો જથ્થો  પણ એકત્ર કરવામાં આવી રહ્યો છે. આ માટે  જમ્મુથી દરરોજ 70 થી 80 ટ્રક ભરી ડીઝલ, કેરોસીન, તેલ, દાળ, ચોખા  લઇને લદ્દાખ પહોંચી રહ્યા છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch