કચ્છઃ ભૂજ તાલુકાના ધાણેટી-વડવાલા ગામની સીમાડે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા દરોડાના પડઘા પોલીસ વિભાગમાં જોરદાર રીતે પડ્યાં છે. રાજ્યના પોલીસવડાની કચ્છ મુલાકાત પૂર્વે જ થયેલી આ કામગીરીએ સ્થાનિક પોલીસની પોલ ખોલી નાખી છે.
પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર તથા અન્ય ત્રણ કર્મચારીઓને શિક્ષાત્મક પગલાંરૂપે તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરાયા છે, જ્યારે પદ્ધરના ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં બદલી અને સ્થાનિક ગુન્હાશોધક શાખાના પી.આઈ તથા પી.એસ.આઈને લીવ રીઝર્વમાં મૂકી દેવામાં આવતાં પોલીસ બેડાંમાં ચકચાર મચી છે.
રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા પદ્ધર પી.આઈ એ.જી. પરમાર, ઈન્ચાર્જ પી.આઈ કમ પી.એસ.આઈ વાય. એસ. ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમને ઘર ભેગા કરી દીધા હતા.
ઉપરાંત સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ મહેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઈ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ, બીટ જમાદાર હેડ કોન્સ્ટેબલ નીલેશ પૂનમાભાઈને પણ ફરજ મોકૂફ કરાયા છે. જ્યારે પદ્ધર પોલીસ મથકના ડી-સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં, તો સ્થાનિક ગુનાશોધક શાખાના પીઆઈ એ. એમ. મકવાણા અને પી.એસ.આઈ જે. બી. જાદવની લીવ રીઝર્વમાં બદલીના આદેશ કર્યા હતા
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યાં છે અને કહ્યું છે કે નીચેના કર્મચારીઓ પર કાર્યવાહી કરો છો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કેમ કાર્યવાહી થતી નથી.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
લાખો રૂપિયાનો પગાર લેતા કલાસ -1 અધિકારી સહિત બે ACB ના હાથે ઝડપાયા | 2026-09-10 13:08:06
ACB એ PSI ને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લીધા, પહેલા 2 લાખ રૂપિયાની કરી હતી માંગણી | 2026-09-05 19:27:05
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11