Wed,19 February 2025,7:38 pm
Print
header

જામનગર DRI નું ઓપરેશન, કચ્છમાંથી પ્રોસેસ ઓઇલની આડમાં આવેલો સોપારીનો જથ્થો ઝડપાયો

(પ્રતિકાત્મક ફોટો)

કચ્છઃ દાણચોરી કરીને સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક ષડયંત્રને નિષ્ફ્ળ બનાવવામાં આવ્યું છે. વિદેશથી ગેરકાયદેસર સોપારી ઘુસાડનારી પેઢી સામે જામનગર ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છમાંથી લઈ જવાતો 2.50 કરોડની સોપારીનો જથ્થો જામનગર ડીઆરઆઈની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રોસેસ ઓઈલ જાહેર કરીને 35 ટન સોપારી લાવવામાં હતી. જામનગર ડીઆરઆઈની ટીમે સોપારીનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રોસેસ ઓઈલના નામે મુન્દ્રા પોર્ટ પર ત્રણ કેન્ટર ભરીને 35 ટન સોપારી લાવવામાં આવી હતી અને આ જથ્થો અહીંથી દિલ્હી લઈ જવાનો પ્લાન હતો, પરંતુ જામનગર ડીઆરઆઈની ટીમને બાતમી મળતા તપાસ કરી હતી. રૂપિયા અઢી કરોડની બજાર કિમતનો સોપારીનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસ થઇ રહી છે.

આ પહેલા પણ આવી રીતે સોપારીનો જથ્થો મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાઈ ચૂક્યો છે. થોડા દિવસો પણ પણ કરોડો રૂપિયાની સોપારીનો જથ્થો આવી જ રીતે જપ્ત કરાયો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch