Sat,20 April 2024,6:35 am
Print
header

ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ, જખૌના દરિયામાંથી રૂ.150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા

પ્રતિકાત્મક ફોટો

કચ્છઃ ગુજરાત ATS, SOG અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે ઓપરેશન કરીને 30 કિલો હેરોઇન અને 8 પાકિસ્તાનીઓને ઝડપી લીધા છે આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 150 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. પોલીસને માહિતી મળી હતી જેને આધારે મોડી રાત્રે જખૌથી 40 નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં ઓપરેશન હાથ ધરીને નુહ નામની પાકિસ્તાની બોટને ઘેરી લેવામાં આવી હતી.

પોલીસને બાતમી મળી હતી કે ડ્રગ્સનો જથ્થો ભારતીય દરિયાઇ માર્ગના રસ્તે પંજાબ જઇ રહ્યો છે. જેને આધારે દ્વારકા એસઓજી, એટીએસ અને કોસ્ટગાર્ડે સાથે મળીને આ ઓપરેશન હાધ કરીને કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. અંદાજે 30 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ જથ્થો પાકિસ્તાનના કયા બંદરેથી બોટમાં ભરવામાં આવ્યો હતો અને પંજાબમાં કોને આપવાનો હતો અગાઉ પણ કચ્છના દરિયામાંથી 1500 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી ત્યારે આરોપીઓએ બોટને જ ઉડાવી દીધી હતી જો કે દરિયામાંથી અને કિનારા પરથી ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch