Fri,19 April 2024,10:25 am
Print
header

GST બોગસ બિલિંગનું મસમોટું કૌભાંડ, ઇલેક્ટ્રોથર્મનાં 25 સ્થળો પર દરોડાની કાર્યવાહી

અમદાવાદઃ GST(સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે) બોગસ બિલિંગનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.જેમાં લોખંડના સળિયા બનાવતી ઇલેક્ટ્રોથર્મ કંપનીના 25 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે, અધિકારીઓની જુદી જુદી ટીમો દ્વારા અમદાવાદ, ગાંધીધામ, સામખીયાળી, રાજકોટ, સુરત અને ભાવનગર સહિતના સ્થળોએ દરોડાની કામગીરી ચાલી રહી છે. કંપનીની ઓફિસો ઉપરાંત માલિકોના ફાર્મહાઉસ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

જીએસટીના એક અધિકારીએ જણાવ્યું કે આ તમામ સ્થળોથી ડોક્યુમેન્ટ અને કોમ્પ્યુટર ડેટા જપ્ત કરાયો છે, આ કંપનીએ ખોટી રીતે કરોડો રૂપિયાની આઇટીસી મેળવી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ખોટા બિલો બનાવીને કંપનીએ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે, એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રોથર્મ કંપનીને લઇને તપાસ થઇ રહી હતી, હવે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 

કંપનીના એમડી મુકેશ ભંડારી, સુરજ ભડારી અને શૈલેષ ભંડારી સામે જીએસીએ સકંજો કસ્યો છે, આ લોકોના સંપર્કમાં રહેલી અન્ય કંપનીઓની ઉંડી તપાસ કરવી જરૂરી છે કૌભાંડનો આંકડો કરોડોમાં જવાની પુરેપુરી શક્યતા છે.નોંધનિય છે કે રાજ્યમાં છેલ્લા થોડા જ સમયમાં કરોડો રૂપિયાના બોગસ બિલો બનાવીને આઇટીસી મેળવી લેવાના અનેક કૌભાંડો જીએસટી વિભાગે ઝડપી લીધા છે. હજુ આગામી સમયમાં પણ કૌભાંડીઓ સામે મોટી કાર્યવાહીના સંકેત મળ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch