ત્રણ ઓપરેશનમાં ઝડપાયું હતું 575 કરોડનું ડ્રગ્સ
કોર્ટે દરેક આરોપીને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
ભૂજઃ કચ્છના દરિયાઈ માર્ગે ભારતીય જળસીમામાં ડ્રગ્સ ઘુસાડવાના ત્રણ અલગ-અલગ મોટા કેસોમાં ભૂજની સ્પેશિયલ NDPS કોર્ટે એક મોટો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા કુલ 19 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સજા પામેલા આ આરોપીઓમાં 18 પાકિસ્તાની નાગરિકો અને 1 અફઘાનિસ્તાનનો નાગરિક સામેલ છે. ઉપરાંત, કોર્ટે દરેક આરોપીને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
ગુજરાત ATS, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને SOG પોલીસની સંયુક્ત કાર્યવાહી અંતર્ગત અલગ-અલગ સમયે દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ત્રણેય કેસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કુલ આંતરરાષ્ટ્રીય કિંમત 575 કરોડ રૂપિયા હતી.
પ્રથમ કેસ 6 જાન્યુઆરી, 2020ના રોજ નોંધાયો હતો. જખૌના દરિયામાંથી સુરક્ષા એજન્સીઓએ 157 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું હતું. બીજો કેસ 15 એપ્રિલ, 2021ના રોજ નોંધાયો હતો. જખૌ નજીકથી જ 150 કરોડના હેરોઈનના જથ્થા સાથે 8 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા. ત્રીજા કેસમાં 8 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે મધદરિયે એક શંકાસ્પદ બોટને આંતરીને 250 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડ્યું હતું.
કોર્ટ દ્વારા આરોપીઓને આકરી સજા ફટકાર્યા બાદ દેશવિરોધી તત્વોમાં એક સ્પષ્ટ સંદેશો ગયો કે, ભારતીય સુરક્ષા સાથે ચેડાં કરનારા અને માદક પદાર્થોની તસ્કરી કરનારા ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50