Sat,20 April 2024,12:47 am
Print
header

કોળી સમાજ પણ ભાજપ સામે રોષે ભરાયો, વડાપ્રધાન મોદીને પત્ર લખીને કુંવરજીને મંત્રીમંડળમાં સ્થાન આપવા માંગ

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધી બાદ હવે મંત્રી મંડળમાં કોનો સમાવેશ કરવો તેને લઈને મંથન ચાલી રહ્યું છે. જો કે ભાજપમાં આંતરિક ખેંચતાણને પગલે આજે યોજાનાર શપથવિધી ટાળી દેવી પડી હતી. મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન અને જૂના જોગીઓના પત્તા કપાવવાની ચર્ચાઓ પછી ભાજપમાં હડકંપ મચી ગયો છે.

આ બધાની વચ્ચે કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા કુંવરજી બાવળિયાનું મંત્રીપદ પણ જોખમમાં હોવાની ચર્ચાઓથી કોળી સમાજ નારાજ છે.  તેમના સમર્થનમાં જસદણ પંથકમાં પોસ્ટરો લાગ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજે કુંવરજી બાવળિયાને નવી કેબિનેટમાં સ્થાન અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. લખ્યું છે કે કોળી સમાજના હિતેચ્છુ કુંવરજી બાવળિયાને કેબિનેટમાંથી પડતા મૂકવાનો નિર્ણય લેવામાં આવશે તો સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડશે. આ મામલે આગામી સમયમાં જિલ્લા અને તાલુકા મથકોએ લડત શરૂ કરાશે.

અગાઉ કુંવરજી બાવળિયા PM મોદીના કહેવાથી કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં ગયા હતા. તેમને કેબિનેટમાં મહત્વનું સ્થાન પણ આપવામાં આવ્યું હતું. હવે નવા મંત્રી મંડળમાં કુંવરજીને પડતા મૂકવામાં આવશે તો કોળી સમાજના અપમાનનો મેસેજ જશે. જેની અસર આગામી વિધાનસભા ચૂંટણીમાં પડી શકે છે. ત્યારે આ મામલે પણ હવે ભાજપની ચિંતા વધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch