Mon,25 October 2021,5:41 am
Print
header

કુમકુમ ભાગ્યમાં દાદીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ ઝરીના રોશન ખાનનું 54 વર્ષની ઉંમરમાં નિધન

મુંબઈ: યે રિશ્તા ક્યા કહેલાતા હે અને કુમકુમ ભાગ્ય જેવી ટીવી સિરિયલ્સમાં નજરે પડેલી અભિનેત્રી ઝરીના રોશન ખાનનું નિધન થયુ છે. કાર્ડિએક અરેસ્ટને કારણે તેમનું 54 વર્ષની ઉમંરે નિધન થયું છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કર્યું હતું. કુમકુમ ભાગ્યમાં તે ઇંદુ દાસીની ભૂમિકા કરી રહ્યાં હતાં.

ઝરીના રોશન ખાનનાં નિધનની ખબર બાદ શોનાં મુખ્ય કલાકાર શબ્બીર આહલૂવાલિયા અને શ્રીતિ ઝા સહિત અનેક સ્ટાર્સે તેમને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. શબ્બીરે ઝરીના રોશન ખાન સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં શબ્બીર તેમને કિસ કરતા દેખાઇ રહ્યાં છે. શ્રીતિ ઝાએ પણ ઝરીન રોશનની સાથે એક ફોટો શેર કર્યો છે. જેની સાથે તેમણે બ્રોકન હાર્ટ ઇમોજી બનાવી છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં ઝરીના, શ્રીદેવીનાં ગીત હવા-હવાઇ પર ડાન્સ કરતા દેખાય છે. શોનાં અન્ય એક્ટર વીન રાણા એટલે પૂરબે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઝરીનની એક તસવીર શેર કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch