Wed,24 April 2024,11:27 pm
Print
header

કુંભ મેળો બની શકે છે કોરોના સ્પ્રેડર, 18 સાધુ અને 100થી વધુ શ્રદ્ધાળુનો રિપોર્ટ પોઝિટિવ

હરિદ્વારઃ દેશમાં કરોડો લોકોની આસ્થા જેની સાથે જોડાયેલી છે તેવો કુંભનો મેળો કોરોના સ્પ્રેડર બની શકે છે. છેલ્લા 24 કલાકમાં જૂના અખાડાના પાંચ, બે નિરંજની અખાડાના, નાથ અને અગ્નિ અખાડાના એક એક સાધુ કોરોના પોઝિટિવ આવ્યાં છે. વિતેલા ચાર દિવસોમાં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને નિરંજની અખાડાના પ્રમુખ નરેન્દ્રગિરી સહિત 18 સાધુ કોરોના પોઝિટિવ આવ્યાં છે. સીએમઓએ કહ્યું કે, નરેન્દ્રગિરીની તબિયત બગડતા તેમને એઇમ્સ હરિદ્વારમાં દાખલ કરવામાં આવ્યાં છે.

મેળામાં અનેક ધાર્મિક સંગઠનોના પ્રમુખોએ કોરોના ટેસ્ટ કરવાની ના પાડી દીધી હતી. પરિણામ એ આવ્યું કે હવે મેળાની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું. ન તો માસ્ક કોઈના મોઢે જોવા મળી રહ્યાં છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

દેહરાદુનમાં રમઝાન, નવરાત્રિ અને લગ્નને ધ્યાનમાં રાખીને રાત્રી કર્ફ્યૂનો સમય દસ કલાકથી વધારીને સાડા દસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે મંગળવારે નવરાત્રી અને હાલમાં ચાલી રહેલ લગ્ન સીઝન અને રમઝાનને ધ્યાનમાં રાખીને લોકોની સુવિધા માટે રાત્રી કર્ફ્યૂનો સમય 10 કલાકથી વધારીને 10-30 કલાક કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch