આતંકી સંગઠન ધ રેજિસ્ટ્રેંસ ફ્રન્ટના આતંકી મોહમંદ લતીફે હત્યાઓ કરી
આ સંગઠન લશ્કર-એ-તૈયબા સાથેે જોડાયેલું છે
પહલગામ આતંકીઓ હુમલાની જેમ જાતિ-ધર્મ પૂછીને બે મજૂરોની હત્યા કરાઇ
શ્રીનગરઃ કુલગામ જિલ્લામાં શુક્રવારે સાંજે થયેલા આતંકી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બિન-સ્થાનિક શ્રમિકે શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી નાખ્યો છેે, આ સાથે જ આ હુમલામાં મૃત્યુઆંક વધીને 2 થયો છે. બંને મૃતકો છત્તીસગઢના રહેવાસી હતા અને કુલગામના કેલમ વિસ્તારમાં એક ઇંટના ભઠ્ઠામાંં કામ કરતા હતા.
શુક્રવારે મોડી સાંજે આતંકવાદીઓએ ઇંટના ભઠ્ઠા પર કામ કરી રહેલા બિન-સ્થાનિક શ્રમિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં દીપકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ભૂપેન્દ્ર કુમાર ગંભીર રીતે ઘવાયો હતો. તેના પેટમાં ગોળી વાગી હતી અને તેને તાત્કાલિક શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં શનિવારે વહેલી સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. દીપકને છાતીમાં ગોળી વાગી હતી.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હુમલાની સખત નિંદા કરતા મૃતકોના પરિવારો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.10-10 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ સહાય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી રહેલી રૂ.6- 6 લાખની તાત્કાલિક રાહત ઉપરાંતની રહેશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે નિર્દોષ લોકોની હત્યા નિંદનીય અને અમાનવીય છે. તેમણે ઉમેર્યું કે સરકાર દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે મજબૂતીથી ઊભી છે અને તેમને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે.
ઓમર અબ્દુલ્લાએ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઈશ્વર પાસે શોકગ્રસ્ત પરિવારોને આ અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ અને હિંમત આપે તેવી કામના પણ કરી હતી.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
રૂ. 21 કરોડથી વધુની સાયબર છેતરપિંડી, ભાજપના નેતાની ધરપકડ, ખાતામાંથી રૂ. 50 લાખ મળ્યાં | 2026-08-06 18:24:17
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન, તેમણે ગજનીમાં મુખ્ય ખલનાયક અને છાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી | 2026-08-05 06:50:29
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24