કોલકત્તાઃ મહિલા ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. હાલ સીબીઆઈની ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા સીબીઆઈએ મુખ્ય આરોપી સંજય રોયનો પોલીગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં અનુસાર ઘટનાના દિવસે મુખ્ય આરોપી સંજય રોય સવારથી જ એકલી રહેતી એક મહિલાને શોધી રહ્યો હતો. ઘટનાના દિવસે સંજય રોય તેના મિત્ર સૌરભને સાથે રેડ લાઇન વિસ્તાર સોનાગાઝી અને કાલીઘાટમાં ગયો હતો, ત્યાર બાદ તે એકલી રહેતી મહિલાને શોધી રહ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર રેડ લાઈટ એરિયાથી પરત ફર્યાં બાદ સંજય રોય આરજી કાર કોલેજ તરફ આગળ વધ્યો હતો. આરજી કાર હોસ્પિટલ પહોંચતા પહેલા આરોપી સંજય રોયે રસ્તામાં એક યુવતીની છેડતી કરી હતી. હોસ્પિટલની બહાર પહોંચતાની સાથે જ તે પહેલા દર્દી કે એટેન્ડન્ટ (દર્દી સાથે રહેતા)ને ટાર્ગેટ કરવા માંગતો હતો, પરંતુ તેને લાગ્યું કે જો તેને હોસ્પિટલની બહાર આવું કંઈક કર્યું તો હોબાળો થશે. આ પછી તે હોસ્પિટલની અંદર ગયો. અંદર પ્રવેશ્યા પછી તેણે પહેલા ઓપરેશન થિયેટર તરફ કોઈપણ ડૉક્ટર, નર્સ અથવા મહિલા દર્દીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને ત્યાં કોઈ મળ્યું ન હતું.
હોસ્પિટલની અંદર તે ઓપરેશન થિયેટરમાંથી પસાર થયો અને સેમિનાર હોલ તરફ ગયો. સેમિનાર હોલમાં જતી વખતે તેને એક મહિલા તાલીમાર્થી ડોક્ટર એકલી સૂતી જોવા મળી હતી. તે આવી પીડિતાને શોધી રહ્યો હતો. આરોપી સંજય રોય બોક્સર પણ રહ્યો છે. એટલા માટે તે એ પણ જાણતો હતો કે ગરદન પરનો કયો ભાગ કોઈને બેભાન કરી શકે છે. આથી તે જતાની સાથે જ તેણે મહિલા ડૉક્ટરનું ગળું દબાવી દીધું. આ દરમિયાન મહિલા ડોક્ટરે પોતાનો બચાવ કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઈ શકી નહીં. આરોપીએ મહિલા ડૉક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી અને લગભગ 40 મિનિટમાં આ ઘટનાને અંજામ આપ્યાં બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણકારી મળ્યાં બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાંથી બ્લૂટૂથ મળી આવ્યું હતુ. જ્યારે પોલીસે મુખ્ય આરોપી સંજય રોયને બ્લૂટૂથ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે મારું નથી. આ પછી પોલીસે આરોપીના ફોનના MAC ID પરથી બ્લૂટૂથની ઓળખ કરી. આ પછી સ્પષ્ટ થયું કે બ્લૂટૂથ આરોપી સંજય રોયનું છે.
કોલકત્તા પોલીસે આરોપીઓને ઓળખતા અને તેની ધરપકડ કરતા પહેલા ઘણી વસ્તુઓ તપાસી હતી. તપાસમાં સામેલ પોલીસે જે રાત્રે ઘટના બની તે તમામ દાખલ દર્દીઓ, તેમના એટેન્ડન્ટ્સ, ફરજ પરના ડૉક્ટરો, નર્સો, હોસ્પિટલ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓની સંપૂર્ણ યાદી તૈયાર કરી હતી.
પૂછપરછ બાદ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આ સીસીટીવી ફૂટેજમાં સંજય રોય જોવા મળ્યો હતો. સંજય રોય હોસ્પિટલમાં આવતા અને બાદમાં હતાશ હાલતમાં તેમાંથી બહાર આવતા જોવા મળ્યો હતો. હોસ્પિટલની પોલીસ ચોકીના સ્ટાફે તેની ઓળખ કરી હતી.
પોલીસે જ્યારે આરોપી સંજય રોયના ફોનની તપાસ કરી તો તેના ફોનમાંથી અનેક પોર્ન વીડિયો જોયા હોવાની હિસ્ટ્રી બહાર આવી હતી. તે વિચિત્ર પોર્ન વીડિયો પણ જોતો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું કે તેને તાલીમાર્થી ડૉક્ટર સાથે જે કર્યું તેનો તેને કોઈ પસ્તાવો નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Starliner Landed: સુનીતા વિલિયમ્સને લીધા વગર જ ધરતી પર આવ્યું સ્ટારલાઇનર- Gujarat Post | 2024-09-07 14:22:08
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47
Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post | 2024-09-07 14:00:41
રાજકોટમાં Acb એ રૂ.10 લાખની લાંચનો કર્યો પર્દાફાશ, મહારાષ્ટ્રના એક પીઆઇ વતી લાંચ લેનારો ઝડપાયો | 2024-09-06 21:46:39
200 કિલો નશાનો સામાન જપ્ત, અમદાવાદમાં વટવા જીઆઇડીસીમાંથી ગાંજા સાથે 7 લોકો ઝડપાયા | 2024-09-06 16:51:19
રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન, ભારતીય સેનાએ યુદ્ધ માટે તૈયાર રહેવું જોઇએ | 2024-09-06 13:23:53
દેશમાં આ રાજ્યમાં સરકારે ડેન્ગ્યુને મહામારી કરી જાહેર, મચ્છરનો ઉપદ્રવ જોવા મળશે તો થશે આટલો દંડ- Gujarat Post | 2024-09-04 08:30:44
બહરાઇચમાં વધુ બે બાળકો વરૂનો શિકાર બનતાં બચ્યાં, 35 ગામોમાં ફફડાટ- Gujarat Post | 2024-09-03 10:42:14
માનવભક્ષી વરૂનો આતંક....બહરાઇચમાં 2 વર્ષની બાળકીને ફાડી ખાધી, મહિલાને ઘાયલ કરી- Gujarat Post | 2024-09-02 09:58:45
યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોને લઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, ભારતનું નામ લઈને કહી આ વાત | 2024-09-05 15:36:32
અમેરિકાના ટેક્સાસમાં માર્ગ અકસ્માતમાં 4 ભારતીયોનાં મોત, 5 ગાડી એકબીજા સાથે અથડાઇ હતી | 2024-09-04 16:04:19