Sat,20 April 2024,5:38 am
Print
header

કોડીનારના જંત્રાખડી ગામમાં નરાધમે 8 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, મોઢે ડૂચો મારતા થયું મોત- Gujarat Post

જૂનાગઢઃ કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામમાં 8 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું, બાળકીના મોઢાંમાં ડૂચો મારીને આ કૃત્ય કરતા બાળકીનું મોત થઇ ગયું હતુ, આ નરાધમે બાળકીની લાશને ગામની બહાર અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી.આ બનાવની જાણ થતા પોલીસ કાફલો જંત્રાખડી દોડી ગયો હતો અને  આરોપીને ઝડપી લીધો હતો.

કોડીનાર તાલુકાના જાંત્રખાડી ગામના 8 વર્ષીય બાળકીના પિતા બહાર ગામ રહે છે. અને માતા મજૂરી કામ કરે છે.શામજી ભીમા સોલંકીએ બાળકીને પૈસા આપીને પોતાના માટે બીડી-બાંકસ અને સેવ મંગાવ્યા હતા. આ બધુ આપવા ત શામજીના ઘરે ગઇ હતી

નરાધમે 8 વર્ષની માસુમ બાળકીને એકલી જોતાં ઘરમાં ખેંચીને લઇ ગયો હતો અને દરવાજો બંધ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. શામજીએ બાળકી પર દુષ્કર્મ આચરતી વખતે તે ચીસો ન પાડે એ માટે મોઢે ડૂચો મારી દીધો હતો જેથી બાળકીનું મોત થઇ ગયું હતુ,આ બાળકીની નિર્દયતાપૂર્વક હત્યા કરીને લાશને કોથળામાં ભરીને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી.બાળકીની માતાએ પુત્રીને ન જોતાં તેમણે પાડોશીને ત્યાં તપાસ કરી હતી. પાડોશીએ જણાવ્યું કે તેને સેવ લેવા મોકલી હતી પણ તે હજુ સુધી પાછી આવી નથી.

માતાએ શોધખોળ કરતા ખબર પડી કે બાળકીની લાશ અવાવરૂ જગ્યા પર પડી છે, આ વાતની જાણ માતાને થતા તેઓ પડી ભાગ્યા હતા. નરાધમ શામજી માછીમાર છે અને તે બે સંતાનોનો પિતા છે. દારૂ પીને ઘરમાં ધમાલ કરતા તેની પત્ની કેટલાક સમયથી રિસામણે છે. પોલીસેે આરોપીને ઝડપી પાડીને બાળકીનું પંચનામું કરીને લાશને કોડીનાર પીએમ માટે લઈ જવાઇ છે. નરાધમ શામજીને કડકમાં કડક સજા થાય એવી સ્થાનિકોની માંગણી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch