Wed,16 July 2025,7:37 pm
Print
header

વડોદરા કલેકટરે 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા, જાણો શું છે મામલો- Gujarat Post

  • Published By Dilip patel
  • 2025-07-01 09:32:16
  • /

(જિલ્લા કલેકટર  અનિલ ધામેલીયાની ફાઈલ તસવીર)

  • બિલ્ડર લોબી સાથે સાંઠગાંઠ રચી લાભ કરાવવાનો કેસ  
  • વડોદરાઃ શહેરમાં જમીનના કેસમાં  નાયબ મામલતદારો સંકજામાં આવ્યાં છે. જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાએ સપાટો બોલાવતા સિંઘરોટની જમીનમાં ગેરરીતિ મામલે ત્રણ નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા છે. ત્રણેય નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવા સાથે બદલીના આદેશ અપાયા હતા. સિંઘરોટ જમીન વિવાદમાં ત્રણેય મામલતદારોની સંડોવણી સામે આવ્યાં બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ તપાસ કરાવી બિલ્ડરની ઓફિસમાં નાયબ મામલતદારોની હાજરી જોવા મળતા આ પગલાં લેવામાં આવ્યાં હતા. ગત મોડી સાંજે કલેકટર દ્વારા લેવામાં આવેલ આ પગલાંથી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

આ ત્રણેય અધિકારીઓએ રાજ્ય સરકારની જમીન મામલે બિલ્ડર સાથે નાણાંકીય વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. નાયબ મામલતદારે પોતાની સત્તાનો દુરુપયોગ કરતા બિલ્ડરના દસ્તાવેજની મંજૂરી માટે રૂપિયા લીધા હોવાનું કહેવાય છે. જમીન સુધારણા કચેરીના નાયબ મામલતદાર મહાવીરસિંહ સીનોલને સસ્પેન્ડ કરી ડેસરમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો. જયારે હર્ષિલ પટેલને સસ્પેન્ડ કરી શિનોરમાં બદલી કરાઇ છે અને આરટીએસ વિભાગના નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરીને ડભોઇમાં બદલી કરવામાં આવી છે.

જિલ્લા કલેકટરની તપાસમાં મોટા ગજાના બિલ્ડરની અલકાપુરીની ઓફિસમાં ત્રણ નાયબ મામલતદારોની હાજરી જોવા મળી હતી. ત્રણેય મામલતદારોએ સિંધરોટની જમીનની બિલ્ડરની ફાઈલ મંજૂર કરાવવા બિલ્ડરના માણસ પાસેથી પૈસા માગ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch