વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા બદલ ફરી એકવાર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે 8 યુદ્ધો અટકાવીને લાખો લોકોના જીવ બચાવ્યાં છે, તેથી તેમને દરેક યુદ્ધ માટે એક એટલે કે કુલ 8 નોબેલ પુરસ્કાર મળવા જોઈએ.
ટ્રમ્પે નોર્વેની સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તેઓએ જાણીજોઈને તેમને આ પુરસ્કાર આપ્યો નથી. જોકે, નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરે સ્પષ્ટતા કરી છે કે નોબેલ પુરસ્કાર આપવા સાથે સરકારને કોઈ લેવાદેવા નથી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, "મને દરેક યુદ્ધ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈતો હતો. મેં વિશ્વમાં લાખો લોકોના જીવ બચાવ્યાં છે. કોઈ એમ ન કહે કે નોર્વે નિયંત્રિત કરતું નથી. નોર્વે જ બધું નિયંત્રિત કરે છે. ટ્રમ્પે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના માચાડોના વખાણ કર્યા હતા, જેમણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય ગણાવ્યાં હતા. ટ્રમ્પે કહ્યું કે માચાડોએ સ્વીકાર્યું છે કે આ પુરસ્કારના સાચા હકદાર હું જ છું.
માચાડોના આ પગલા બાદ નોબેલ ફાઉન્ડેશને સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ નોબેલ વિજેતા પોતાનું સન્માન અન્ય કોઈ વ્યક્તિને આપી શકતું નથી. સંસ્થાએ નિવેદન બહાર પાડ્યું કે પુરસ્કાર વિજેતા આ સન્માન અન્ય કોઈની સાથે વહેંચી શકતા નથી કે તેને ટ્રાન્સફર કરી શકતા નથી.
ટ્રમ્પે અગાઉ પણ નોર્વેના વડાપ્રધાનને સંદેશ મોકલી ફરિયાદ કરી હતી કે, જોનાસ: તમારા દેશે મને 8 યુદ્ધો રોકવા બદલ નોબેલ ન આપ્યો, તેથી હવે ફક્ત શાંતિ વિશે વિચારવાની મારી કોઈ મજબૂરી નથી. શાંતિ મારી પ્રાથમિકતા રહેશે, પણ હવે હું અમેરિકાના હિતમાં જે સારું હશે તે જ કરીશ.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
ભારત- અમેરિકા ટ્રેડ ડીલ પર મોદી સરકારે સંસદમાં શું આપ્યું મોટું નિવેદન ? Gujarat Post | 2026-02-03 18:26:28
રાહુલ ગાંધીએ ચીન મામલે નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા | 2026-02-02 14:12:14
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપસ્ટિન સાથે જોડ્યું, વિદેશ મંત્રાલયે આરોપ ફગાવી દીધા | 2026-01-31 21:50:38
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત | 2026-02-17 11:27:09
અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી | 2026-02-15 09:13:13
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49