Sat,20 April 2024,7:39 pm
Print
header

આપ છોડનાર મહેશ સવાણી પર શું ભાજપનું કોઇ દબાણ હતુ ? હવે શું થશે આપનું– Gujarat Post

એક પછી એક નેતાઓ આપ છોડતા આપના ભવિષ્યને લઇને ઉઠ્યાં અનેક સવાલ 

(ફાઇલ તસવીર)

આમ આદમી પાર્ટીમાં All is not well

24 કલાકમાં જ બે જાણીતા ચહેરાએ છોડી પાર્ટી

શું સવાણીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાની અપાઈ હતી ધમકી ?

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે સુરતમાં (surat) શાનદાર દેખાવો કરીને આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બેઠી હતી.જે બાદ ઘણા જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં (aam aadmi party) સામેલ થયા હતા.જેમાં લોકગાયક વિજય સુવાળા (vijay suvala) અને પાટીદાર ચહેરો મહેશ સવાણી (Mahesh savavni) પણ હતા.જો કે ગઈકાલે બંનેએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. વિજય સુવાળાએ ઝાડું છોડીને કેસરિયો ધારણ કરી લીધો છે. મહેશ સવાણીએ આપ છોડીને હજુ કોઈ ફોડ પાડ્યો નથી.

રાજકીય નિષ્ણાતોનાં (political expert) જણાવ્યા મુજબ, વિજય સુવાળાના મોટાભાગના કલાકાર મિત્રો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે,જેથી તેને મિત્રો દ્વારા યેનકેન પ્રકારે આપનો સાથ છોડીને ભાજપમાં ભળી જવા દબાણ કરવામાં આવ્યું હોઈ શકે છે ! જ્યારે મહેશ સવાણી સુરતમાં એજ્યુકેશન ક્ષેત્રે સારી નામના ધરાવે છે, વર્ષોથી અનાથ દીકરીઓના લગ્ન કરીને સમાજસેવા કરે છે. સવાણીની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી નાંખે તેવી કોઈ હરકત કરીને તેમને આપમાંથી રાજીનામું આપવા મજબૂર કરવામાં આવ્યાં હોવાની શક્યતા નકારી શકાતી નથી.

સુરતના ઉદ્યોગપતિ અને આપ નેતા મહેશ સવાણીએ સોમવારે જાહેરાત કરી હતી કે હું મારા પરિવારને સમય ફાળવી શકતો નથી. હોદ્દો લેવાનો કે મંત્રી બનવાનો મોહ નથી, અત્યારે તો મે રાજકારણમાંથી સંન્યાસ લેવા નક્કી કર્યુ છે. કોઇનું દબાણ કે ડર નથી. જો કે, સૂત્રોનું કહેવુ છે કે ભાજપના કોઇ દબાણને પગલે મહેશ સવાણી ટૂંક સમયમાં કેસરિયો ખેસ ધારણ કરી ઘરવાપસી કરશે. થોડા દિવસો પહેલા આ જ મહેશ સવાણી ભાજપ વિરૂધ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠાં હતાં. ત્યારે હવે જોવું રહ્યું કે 2022 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં કેવા કેવા બદલાવ આવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch