Thu,12 March 2026,10:17 am
Print
header

કે.કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવાયા, સંતોષ ગંગવાર ઝારખંડ, ઓ પી માથુર સિક્કિમના રાજ્યપાલ બન્યાં

  • Published By
  • 2024-07-28 12:01:33
  • /

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી રાત્રે 6 નવા રાજ્યપાલોની નિમણૂંક કરવાનો આદેશ જારી કર્યો હતો. તેમજ 3 રાજ્યોમાં રાજ્યપાલોની ફેરબદલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ સાથે લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. આચાર્યએ કટારિયાનું સ્થાન લીધું છે, કટારિયાને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યાં છે.

સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. સંતોષ ગંગવારને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.

હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યાં છે, જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમ પ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ હશે. પીએમ મોદીના ખાસ વિશ્વાસુ કે કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch