બનાસકાંઠાઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જેમાં એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમના બેંક લોકરમાંથી 75 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું છે, એસીબીની તપાસમાં સોનાના 10 બિસ્કીટ અને 7 લગડીઓ મળી છે. નાયબ કલેકટર હાલ જેલમાં બંધ છે.
પાલનપુર સ્ટેમ્પ ડ્યૂટી કચેરીના લાંચિયા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેન્ક લોકર માંથી 74,89,839 રૂપિયાની કિંમતના સોનાના બિસ્કીટ મળી આવ્યાં છે. લાંચિયા અધિકારી અંકિતા ઓઝાના BOB બેન્ક ખાતે આવેલ લોકરની પાલનપુર ACBએ ઝડતી લેતા સોનું મળ્યું છે. 25 ફેબ્રુઆરીના રોજ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. સ્ટેમ્પ ડ્યૂટી કચેરીના નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન નાગોરી 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાતા હાલ પાલનપુરની સબજેલમાં છે.
સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાએ સ્ટેમ્પ ડ્યૂટી ભર્યા વિનાના બાંધકામોનું સ્થળ નિરિક્ષણ કરીને પ્લોટધારકોને નોટિસ ફટકારી હતી. નોટિસ મળતા પ્લોટધારકો વતી ફરિયાદીએ સ્ટેમ્પ ડ્યૂટી ઓછી કરવા સ્ટેમ્પ ડ્યૂટી કચેરીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઈન્ચાર્જ કચેરી નિરિક્ષક ઈમરાનખાન નાગોરીએ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી આપી ચલણની કાર્યવાહી ઝડપી કરી આપવા શરૂઆતમાં 4.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રકઝકને અંતે એક મકાનના 1.50 લાખ પેટે એમ બે મકાનના 3 લાખ રૂપિયાની લાંચ નક્કી થઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
દક્ષિણ આફ્રિકાના સોલ્સવિલેમાં બારમાં ગોળીબાર, 3 બાળકો સહિત 11 લોકોના મોત | 2025-12-07 10:12:58
લાઇવ CCTV ફૂટેજ આવ્યાં સામે, ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત | 2025-12-07 09:17:39
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારતની મુલાકાતે, પીએમ મોદી સાથે ગુપ્ત મુલાકાત કરશે | 2025-12-04 09:29:30
ACB એ DGVCL ના બે કર્મચારીઓને 70 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા | 2025-12-03 21:24:20
કેલિફોર્નિયામાં થયેલા ફાયરિંગમાં 4 લોકોનાં મોત, 7 ઘાયલ | 2025-11-30 10:35:22