(તસવીર સૌજન્યઃ સિદ્ધુ મૂસેવાલા ઈન્સ્ટાગ્રામ)
લુધિયાણાઃ પંજાબના ફેમસ ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. મનસાના જવાહર ગામ પાસે મૂસેવાલા પર ફાયરિંગ થયું હતું. મંગળવારે તેમના પૈતૃક ગામમાં મૂસેવાલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. પંજાબ સરકારે સુરક્ષા ઘટાડ્યાના એક દિવસ બાદ રવિવારે પંજાબના મનસા જિલ્લામાં ગાયક અને કોંગ્રેસ નેતા મુસેવાલાની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ આપ સરકાર સામે સુરક્ષાના સવાલ ઉઠી રહ્યાં છે.આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરાઇ છે.
1993માં જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલા મનસા જિલ્લાના મુસા વાલા ગામના રહેવાસી હતા. મૂસેવાલાની ફેન ફોલોઇંગ લાખોમાં છે, તે તેના ગેંગસ્ટર રેપ માટે લોકપ્રિય હતા. તેણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. કોલેજના દિવસોમાં સંગીત શીખ્યું અને બાદમાં કેનેડા ચાલ્યાં ગયા હતા. મૂસેવાલાને સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયક ગણાતા હતા. જેમણે ખુલ્લેઆમ બંદૂક કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હતું, ઉશ્કેરણીજનક ગીતોમાં ગુંડાઓનો મહિમા વધાર્યો હતો. સપ્ટેમ્બર 2019માં રિલીઝ થયેલું તેમનું ગીત 'જટ્ટી જિયોને મોર્ડ દી ગન વર્ગી' એ 18મી સદીના શીખ યોદ્ધા માઇ ભાગોના સંદર્ભમાં વિવાદ ઉભો કર્યો હતો.તેમના પર શીખ યોદ્ધાની છબી ખરાબ કરવાનો આરોપ હતો. જો કે બાદમાં મુસેવાલાએ માફી માંગી હતી.
સિદ્ધુ મુસેવાલાની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયા જેટલી છે. તેમને મોંઘા વાહનો ખાસ કરીને ગાડીઓનો ખૂબ શોખ હતો.તેની પાસે મર્સિડીઝ એએમજી 63, ટોયોટા ફોર્ચ્યૂનર, જીપ, ઇસુઝુ ડી-મેક્સ, રેન્જ રોવર અને મસ્ટાંગ જેવી ગાડીઓ છે, જેની કિંમત લગભગ 2.43 કરોડ છે. પોતાના ગામમાં આલીશાન બંગલો અને કેનેડામાં 5 રૂમનું ઘર ખરીદ્યું હતું.
મુસેવાલા એક શો કરવા માટે લગભગ 20 લાખ રૂપિયા લેતા હતા. એક ગીત માટે તેની ફી લગભગ છ લાખ રૂપિયા હતી. ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ તેમની પાસે ઘણી બધી જ્વેલરી અને રોકડ પણ છે. ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર તેની પાસે 5 લાખ રૂપિયાની રોકડ, 5 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ, 18 લાખ રૂપિયાની જ્વેલરી અને જમીન સહિત કરોડોની સંપત્તિ છે. હાલ તેમની હત્યા કેસમાં પોલીસે ઝડપી તપાસ શરૂ કરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46